Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના સામેની લડાઇમાં 5900 કરોડની મદદ કરશે ગૂગલ : CEO પિચાઇએ કરી જાહેરાત

દુનિયાભરમાં નાના અને મધ્યમ બિઝનેસને ગૂગલ એન્ડ ક્રેડિટના રૂપમાં 34 કરોડ ડોલર મળશે

નવી દિલ્હી :અલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્વાસ્થ્ય સંગઠનો અને સરકારો અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓનું સમર્થન કરવા 80 કરોડ ડોલર (લગભગ 5900 કરોડ રૂપિયા)થી વધુની મદદ આપવાની વાત કરી છે.

સુંદર પિંચાઇએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. પિંચાઇએ પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યુ કે, દુનિયાભરમાં નાના અને મધ્યમ બિઝનેસને ગૂગલ એન્ડ ક્રેડિટના રૂપમાં 34 કરોડ ડોલર મળશે. આ રકમ એ કંપનીઓને આપવામાં આવશે જેના એકાઉન્ટ છેલ્લા એક વર્ષથી એક્ટિવ છે.

આ નોટિફિકેશન તેના ગૂગલ એડ એકાઉન્ટ પર નજર આવશે. તે સિવાય વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને 100થી વધુ સરકારી એજન્સીઓને 25 કરોડ ડોલરની જાહેરાત સહાયતા આપવામાં આવશે. જ્યારે એનજીઓ અને બેન્કો માટે 20 કરોડ ડોલરનું રોકાણ ફંડ બનાવવામાં આવશે જે એનજીઓ અને આર્થિક સંસ્થાઓની મદદ કરશે જેથી નાના બિઝનેસમેનો માટે મૂડની વ્યવસ્થા કરી શકાય.

(10:11 pm IST)