Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના સામે ભારત આજે સંપૂર્ણ સજાગ બની ચુક્યું

૨૦૩૦માં ભારતની વસતી સૌથી વધુ

અમદાવાદ, તા. ૨૯ : ભારતની  વસ્તીના સંદર્ભમાં યુનાઈટેડ નેશન દ્વારા કરાતી આગાહી ૨૦૩૦ સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ઘરાવતો દેશ બનશે તેને કોરોના વાયરસ ખોટી પાડશે. ભારત આજે  સજાગ છે. ભારતની સરકાર, રાજ્ય સરકારો, સરકારી અને સામાજિક વ્યવસ્થાઓ સક્રિય છે. નાગરિકો સહયોગમાં છે. આ બધીય શક્તિઓના સહકારી થકી ૧૯૨૧ની સ્થિતિ ૨૦૨૧ની જનગણનામાં નહીં આવે.  વિશ્વની વસ્તી માર્ચ-૨૦૨૦ સુધીમાં ૭.૮ અબજને પહોંચવાની સંભાવના છે. માનવ વસ્તીના ઇતિહાસમાં ૧ અબજના આંકને પહોંચતા ૨૦૦ વર્ષ લાગ્યા હતા. છેલ્લાં ૨૦૦ વર્ષમાં લગભગ ૭ અબજ જેટલી વસ્તીનો વધારો નોંધાઈ રહ્યો છે.

(9:41 pm IST)