Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

છેલ્લા ૨૦૦ વર્ષમાં વસ્તીમાં સાત અબજનો વધારો થયો છે

વર્લ્ડ મીટરના આંકડા મુજબ ચીન પ્રથમ સ્થાને : ૨૦૨૦માં ૭.૮ અબજની વસ્તી પૈકીની ૫૬ ટકા વસ્તી શહેરી વિસ્તારની રહેવાનો દાવો કરવામાં આવ્યો :રિપોર્ટ

અમદાવાદ, તા. ૨૯ : વિશ્વની વસતી માર્ચ ૨૦૨૦ સુધી ૭૦૮ અબજ સુધી પહોંચી રહી છે. માનવ વસતીના ઇતિહાસમાં એક અબજના આંકને પહોંચતા ૨૦૦ વર્ષ લાગ્યા હતા. છેલ્લા ૨૦૦ વર્ષમાં ૭ અબજ જેટલી વસ્તીનો વધારો થયો છે. વિશ્વમાં ચીન આજે વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે. ભારત વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. ૨૦૦૯માં વિશ્વની વસ્તી ૬.૮ અબજ હતી. આ વસ્તી ૨૦૨૦માં ૭.૮ અબજ થવાની છે. આ ૬.૮ અબજ પૈકી લગભગ ૫૬ ટકા એટલે કે ૪.૪ અબજ શહેરી વસ્તી હશે. યુનાઈટેડ નેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક્સ અને સોશિયલ અફેરને વસ્તી વિભાગની ૨૦૧૯ની ગણતરી અનુસારમાં પ્રકાશિત વિશ્વના ૨૩૫ દેશોના આંકડા પૈકી કેટલાંક દેશોના આંકડા અન્ને પ્રસ્તુત કરેલ છે. ૧૯૨૧ના વર્ષની જેમ ૨૦૨૧ના વર્ષને આપણે સારી રીતે યાદ રાખવું છે. આજે સગવડો વધી છે. ત્યારે સતર્ક થવાની જરૂર છે. સરકારના આદેશોનું એક છાત્રની જેમ પાલન કરવાની જરૂર છે. સમયનું ચક્ર ૧૦૦ વર્ષ બાદ ફરીને આપણી સમક્ષ આવ્યું છે. ૧૦૦ વર્ષમાં આપણે સતયુગને કલયુગમાં તાણી ગયા છીએ. પ્રકુતિનું નિકંદન વધારે પ્રગતિશીલ દેખાવાના વહેમમાં કાઢી નાખ્યું છે. ભાગવાનો સમય આવ્યો છે. પ્રકૃતિ પ્રેમનો સમય આવ્યો છે.

પક્ષી, પશુ, ઝાડ, નદી, સુર્ય ચંદ્ર, તારા, અને આકાશ આ પ્રભુના સંદેશ છે. આ સંદેશને ઝીલીને તેના સત્કારનો સમય આવ્યો છે. વિકાસ તરફની ૧૦૦ વર્ષની દૌરમાં માનવી માર્ગને ભૂલ્યો છે. કોરોના વાયરસને નામે પ્રકૃતિએ સંદેશ મોકલ્યો છે કે થોભી જાવને શાંત ચિર્થે વિચાર કરી આગળ વધો. ૧૦૦ વર્ષના અંતરાલે આવેલું આ સમય ચક્ર શાંત થાય. સૌને હેમખેમ રાખે.

વસ્તીમાં કોણ ક્યાં......

અમદાવાદ, તા. ૨૯ : વિશ્વના દેશોની હાલની વસતી નીચે મુજબ છે.

દેશનું નામ

વસ્તી (૨૦૨૦)

શહેરી વસ્તી

ચીન

૧૪૩૯૩૨૩૭૭૬

૬૧ ટકા

ભારત

૧૩૮૦૦૦૪૩૮૫

૩૫ ટકા

યુએસએ

૩૩૧૦૦૨૬૫૧

૮૩ ટકા

રશિયા

૧૪૫૯૩૪૪૬૨

૭૪ ટકા

જાપાન

૧૨૬૪૭૬૪૬૧

૯૨ ટકા

ટોકેલુ દેશ

૧૩૫૭

એનએ

હોલીસે દેશ

૮૦૧

એનએ

(9:39 pm IST)