Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો

ગરીબોના હિતોમાં વધુ પગલા લેવાની જરૂર છે

નવી દિલ્હી, તા.૨૯ : કોંગ્રેસના સાંસદ અને પૂર્વ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અનેક સૂચન કર્યા છે. રાહુલ ગાંધીએ કોરોના વાયરસ-૧૯ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે અને કહ્યું છે કે, આ સંકટની ઘડીમાં અમે સરકારની સાથે છે. સરકારની સાથે મળીને પડકાર સામે લડી રહ્યા છીએ.રાહુલ ગાંધીએ શ્રેણીબદ્ધ સૂચનો કર્યા છે. દેશભરમાં લોકડાઉન ઉપરાંત ગરીબો માટે વધારે પગલા લેવાઈ રહ્યા નથી તેને લઇને ચિંતા વ્યક્ત કરી છે. લોકડાઉન બાદ દેશના તમામ હિસ્સાથી ગરીબોને પરેશાની થવાના અહેવાલ આવી રહ્યા છે. આનંદ વિહાર પર પોતાના ઘરે જવા માટે પહોંચેલા લોકોના સંદર્ભમાં પણ રાહુલે ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલે પત્રમાં લખ્યું છે કે, સમગ્ર દેશમાં લોકડાઉન ઉપરાંત ગરીબોના હિતમાં વધુ પગલા લેવાની જરૂર છે. દિલ્હી-ગાઝિયાબાદ સરહદ પર સેંકડો લોકો પહોંચી ચુક્યા છે. લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે.

(7:44 pm IST)