Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના લીધે સોનાગાછીમાં સેક્સ વર્કર ભારે મુશ્કેલીમાં

એશિયાના સૌથી મોટા રેડલાઇટ વિસ્તારમાં સંકટ : ૧.૩૦ લાખ સેક્સ વર્કરો પર ભુખમરાનું સંકટ તોળાતા ટોચની સંસ્થાઓ મેદાનમાં : સહાયતા કરવા માટે અપીલ

કોલકાતા, તા. ૨૯ : કોરોના વાયરસને ફેલતા રોકવા માટે લોકડાઉનના પરિણામ સ્વરુપે અનેક લોકોની રોજીરોટી જતી રહી છે. સંકટની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આના પરિણામ સ્વરુપે દેશના સૌથી મોટા રેડલાઇટ વિસ્તારમાં પણ લોકડાઉનના લીધે સંકટની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દેશના સૌથી મોટા અને એશિયાના સૌથી મોટા રેડલાઇટ વિસ્તાર ઉત્તર કોલકાતાના સોનાગાછીમાં સેક્સ વર્કરો સંકટમાં આવી ગયા છે. ૧.૩૦ લાખ સેક્સ વર્કરો સામે ભુખમરાની આફત આવી ગઈ છે. હવે શું થશે તેને લઇને કોઇપણ કોઇ વાત કરવાની સ્થિતિમાં નથી. એક લાખથી વધુ સેક્સ વર્કરોના ભાવિ ઉપર અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ ગયા છે. તેમને ભુખમરીનો ભય સતાવી રહ્યો છે. કોરોનાના કારણે તેમના કારોબાર-ધંધા બંધ પડ્યા છે. પશ્ચિમ બંગાળના સેક્સ વર્કર્સ સંગઠન દરબાર મહિલા સમન્વય સમિતિ દ્વારા સરકાર સાથે વાતચીત કરવામાં આવી છે. તેમને અસંગઠિત ક્ષેત્રના કામદારોનો દરજ્જો મળે તે જરૂરી છે. તેમને મફતમાં રેશનિંગની સુવિધા મળે તે જરૂરી છે. આ સંગઠનમાં ૧૩૦૦૦૦થી વધુ નોંધાયેલા સભ્યો છે. રેશનિંગના ફાયદો સેક્સ વર્કરોને આપવા પર વિચારણા ચાલી રહી છે. મોટાભાગની સેક્સ વર્કરોની મુશ્કેલી વધી ગઈ છે. તેમની પાસે પૈસા નથી. કારણ છેલ્લા ૨૦-૨૫ દિવસથી તેમની પાસે કોઇ કામ નથી. બીજી બાજુ જાણકાર લોકોનું કહેવું છે કે, એઇડ્સની સામે લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર સોનાગાછીની સેક્સ વર્કરો માટે આ દુખદ બાબત છે કે તેઓ હવે સંકટનો સામનો કરી રહી છે. એક એનજીઓ સોનાગાછી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટે કહ્યું છે કે, વૈશ્યાઓની મદદ માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. સૌથી પહેલા અમે મહિલા અને સામાજિક કલ્યાણ મંત્રી શશી પાંજા સમક્ષ એવી ખાતરી કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ કે, અસંગઠિત ક્ષેત્રને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતા લાભ સેક્સ વર્કરોને પણ મળવા જોઇએ. બીજી બાજુ એ છે કે, અમે મકાન માલિકોને આ મહિને ભાડુ નહીં લેવાની વાત કરી રહ્યા છે. ત્રીજી બાબત એ છે કે, અનેક ટોચની હસ્તીઓ અને એનજીઓને પણ પત્રો લખવામાં આવી રહ્યા છે.

સેક્સ વર્કરો ઉપર સંકટ

*    એશિયાના સૌથી મોટા રેડલાઇટ વિસ્તાર ઉત્તર કોલકાતાના સોનાગાછીમાં સેક્સ વર્કરો મુશ્કેલીમાં મુકાયા

*    કોરોનાના લીધે હાલત દિનપ્રતિદિન ખરાબ થઇ રહી છે

*    ૨૦-૨૧ દિવસથી કામકાજ ઠપ હોવાથી સોનાગાછીમાં સેક્સ વર્કરો પાસે રાશન માટે પણ પૈસા નથી

*    મફત રેશનિંગ પર વિચારણા કરવામાં આવી રહી છે

*    સેક્સ વર્કરો જે મકાનમાં રહે છે તે મકાનોના ભાડા ન લેવા માટે પણ રજૂઆત કરાઈ

*    રેડલાઇટ વિસ્તારમાં લોકડાઉન વચ્ચે ૧.૩૦ લાખ સેક્સ વર્કરો સંકટમાં છે

*    એઇડ્સની સામે લડાઈમાં સોનાગાછીની સેક્સ વર્કરોની ભૂમિકા રહી હતી

*        જુદા જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અને એનજીઓ પણ સેક્સ વર્કરોની મદદમાં આવી

(7:41 pm IST)