Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના લડાઈ વચ્ચે એક કરોડ ગરીબને ડેટોલ સાબુ ફ્રી અપાશે

રેકિટ બેન્કિસર કંપની દ્વારા મોટી જાહેરાત કરાઈ : હેલ્થકેર કર્મચારી માટે ૩૫ લાખ એન-૯૫ માસ્ક આપશે

નવી દિલ્હી, તા. ૨૯  : કોરોના વાયરસનો સામનો કરવા માટે એક પછી એક નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે કેટલીક કંપનીઓ પણ આના માટે મેદાનમાં આવી રહી છે. આના ભાગરુપે કોરોના સામે જંગને ધ્યાનમાં લઇને હેલ્થ અને હાઇઝિન ક્ષેત્રની મહાકાય કંપની રેકિટ બેન્કિસર (આરબી)એ ભારતના નબળા વર્ગના લોકોને એક કરોડ સાબૂ મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે. આના માટે કંપનીએ આજે આરબી ફાઇટ ફોર એક્સેસ ફંડ લોંચની શરૂઆત કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ લોકોને હેલ્થ, હાઇઝિન અને ન્યુટ્રિશન ઉપલબ્ધ કરાવવાનો રહેલો છે. આ ફંડ હેઠળ ૩૨ મિલિયન પાઉન્ડ અથવા તો ૨૮૮ કરોડ રૂપિયાની વધારાની રકમ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસની અતિ ઝડપથી ફેલાઈ રહેલી બિમારીને રોકવા માટે યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કંપની દ્વારા પણ વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. તમામ લોકોને હેલ્થ, હાઇઝિન અને ન્યુટ્રિશન ઉપલબ્ધ કરાવવાના હેતુસર નિર્ણય લેવાઈ રહ્યા છે. આરબીના ગ્લોબલ સીઈઓ લક્ષ્મણ નરસિમને કહ્યું છે કે, હાલમાં જાગૃકતા અને ઉપલબ્ધતા સોથી ઉપયોગી બાબત રહેલી છે જેથી કંપની ભારતમાં સૌથી કમજોર વર્ગને એક કરોડ ડિટોલ સાબુ આપવાની યોજના ધરાવે છે. આની સાથે સાથે કંપની ૧૦ લાખ લીટર ડિસઇન્ફેક્ટેડ પ્રોડક્ટનું વિતરણ કરનાર છે જેમાં લાઇઝોલ ડિસઇન્ફેક્ટેડ લિક્વિડ અને હાર્પિક ટોઇલેટનો સમાવેશ થાય છે. ફ્રન્ટ લાઈનમાં કામ કરનાર જાહેર ક્ષેત્રની આ કંપની ખુબ જ આશાવાદી દેખાઈ રહી છે. આરબી હેલ્થ કર્મીઓ માટે પણ જંગી માત્રામાં નવી પ્રોડક્ટની વ્યવસ્થા કરી રહી છે. હેલ્થકેર કર્મીઓ માટે ૩૫ લાખ એન-૯૫ માસ્કનું વિતરણ ટુંકાગાળામાં જ કરવામાં આવનાર છે. હાર્પિક ટોયલેટ ક્લિનર્સનું વિતરણ પણ કરવામાં આવનાર છે.

(7:40 pm IST)