Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

દેશમાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ ફરી પ્રથમ ક્રમાંકે

ટીસીએસની માર્કેટ મૂડી ૭૭૨૯.૯૧ કરોડ વધી : આરઆઈએલની માર્કેટ મૂડીમાં વધારો છતાં બીજા ક્રમાંકે

મુંબઈ, તા. ૨૯ : શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ગયા સપ્તાહમાં ૧૨૩૦૩૯.૭૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ઇન્ફોસીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. માર્કેટ મૂડીમાં જે કંપનીઓ વધારી શકવામાં સફળ રહી છે તેમાં ટીસીએસ, એચડીએફસી, એચયુએલ, ઇન્ફોસીસ અને કોટકનો સમાવેશ થાય છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૨૯૨૧૫.૯૬ કરોડ રૂપિયા વધી હતી. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૨૭૮૩૩૯.૪૬ કરોડ સુધી પહોંચી ગઈ છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કોટક મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી પણ વધી છે. બીજી બાજુ ટીસીએસની માર્કેટ મૂડીમાં ૭૭૨૯.૯૧ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી હવે વધીને ૬૮૨૪૦૮.૬૮ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે આરઆઈએલ બીજા સ્થાન પર છે.

             છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૧૦૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો. આની સાથે જએચડીએફસીની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૮૩ કરોડનો વધારો થયો છે. જે કંપનીઓની માર્કેટ મૂડીમા ંઘટાડો થયો છે તેમાં આઈટીસી, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે. આઇટીસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૧૫૫૪૯.૬૭ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૨૦૦૨૪૦.૪૫ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મૂડીને લઇને હાલમાં કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૨૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૭ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. કઈ કંપનીની માર્કેટ મૂડીમાં કેટલો ઘટાડો થયો તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

ઇન્ફોસીસ

૨૯૨૧૫.૯૬

૨૭૮૩૩૯.૪૬

આરઆઈએલ

૨૮૭૧૬.૮૮

૬૭૫૪૪૮.૯૫

કોટક મહિન્દ્રા

૨૫૭૪૧.૮૦

૨૬૭૩૫૩.૨૫

એચયુએલ

૧૯૦૦૭.૧૩

૪૬૩૩૩૬.૬૫

એચડીએફસી બેંક

૧૨૫૪૪.૬૯

૪૯૬૨૬૪.૮૪

ટીસીએસ

૭૭૨૯.૯૧

૬૮૨૪૦૮.૬૮

એચડીએફસી

૮૩.૩૫

૩૦૩૮૦૫.૪૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૨૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. કઈ કંપનીની માર્કેટ મૂડીમાં કેટલો ઘટાડો થયો તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

આઈટીસી

૧૫૫૪૯.૬૭

૨૦૦૨૪૦.૪૫

ભારતી એરટેલ

૭૦૯૨.૨૨

૨૪૪૮૯૯.૯૭

આઈસીઆઈસીઆઈ

૩૬૨૪.૫૮

૨૨૦૧૨૮.૫૬

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:38 pm IST)