Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

અમેરિકામાં કોરોનાથી બાળકનું મોત : નવજાતમાં કોરોનાનો વિશ્વમાં પ્રથમ કેસ

વૉશિંગ્ટન : અમેરિકામાં કોરોના વાયરસએ અજગર ભરડો લીધો છે. અમેરિકામાં ઇલિનોઇસ રાજ્યમાં કોરોનાના લક્ષણોથી પીડાતા એક બાળકનું મોત થયું હતું. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ બાળક શિકાગોમાદાખલ હતું અને તેનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ હતો. જોકે, આ ઘટનાથી હચમચી ઉઠેલા અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે તપાસના આદેશ છોડ્યા છે. બાળકની ઉંમર 11 મહિના કરતાં ઓછી હતી

આ ઘટના અંગે માહિતી આપતા ઇલિનોઇસ પ્રાંતના ગર્વનર જીબી પ્રિત્ઝકરે જણાવ્યું, 'નવજાતને છેલ્લા 24 કલાક દરમિયાન જ ચેપ લાગ્યો હતો. બાળકની ઉંમર 1 વર્ષ કરતાં પણ ઓછી હતી

આ ઘટના અંગે અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા નોઝી એઝિકે જણાવ્યું હતું કે નવજાતમાં covid-19નો એક પણ કેસ હજુ સુધી આવ્યો નથી. આ પ્રથમ કિસ્સો છે. સમગ્ર આરોગ્ય વિભાગ આ ઘટનાની જીણવટભરી તપાસ કરાવશે.

ગવર્નર પ્રિત્ઝરે પત્રકારોને જણાવ્યું હતું કે અમે મૃત્યુનું કારણ જાણવા માટે એક ડિટેઇલ્ડ તપાસ કરાવીશું.' ઉલ્લેખનીય છે કે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને આધેડોને કોરોનાનું જોખમ વધી જાય છે પરંતુ નવજાત કોરોનાગ્રસ્ત થયો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

(7:17 pm IST)