Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જામાં એક પરિવારના પાંચ લોકો કોરોનાથી સંક્રમિત: 35 લોકોને સુભારતી હોસ્પિટલ અને 15 લોકોને લાલા લાજપત રાય મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ

લખનઉઃ ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જામાં રહેનાર એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલું જ નહીં વ્યક્તિની પત્ની અને ત્રણ સાળાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એટલે કે એક પરિવારના પાંચ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. શુક્રવારે સાંજે જ્યારે જિલ્લા વહીવટી તંત્રને આ માહિતી મળી તો  ચિંતા પ્રસરી ગઈ હતી. સ્વાસ્થ્ય વિભાગે ઉતાવળમાં તેના 50 અન્ય સંબંધીઓ અને સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરી તેની તપાસ શરૂ કરી છે.

તેમાંથી 35 લોકોને સુભારતી હોસ્પિટલ તો 15 લોકોને લાલા લાજપત રાય મેડિકલ કોલેજમાં દાખલ કર્યાં છે. મેરઠ સીએમઓ ડોક્ટર રાજકુમારનું કહેવું છે કે આ વ્યક્તિ ટ્રેનમાં બેસીને અમરાવતીથી મેરઠ આવ્યો હતો. આવતા સમયે તેણે રસ્તામાં ઘણા લોકોને સંક્રમિત કર્યાં હશે. આ સિવાય સંક્રમિત વ્યક્તિ મેરઠમાં એક લગ્ન સમારોહમાં પણ સામેલ થયો હતો. એટલું જ નહીં વ્યક્તિએ મસ્જિદમાં નમાઝ પણ અદા કરી હતી.

(11:39 am IST)