Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

વતન પરત ફરતા લોકો માટે વ્યવસ્થાની સુચના

ભોજનની વ્યવસ્થા માટે આદેશ

નવીદિલ્હી, તા. ૨૮ : લોકડાઉનની વચ્ચે લોકોની આવક અને કામ બંધ થઈ જવાના કારણે આવક બંધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકો પરિવહનની સુવિધા ન મળવાની સ્થિતિમાં ચાલતા જ પોતાના વતન જવા રવાના થઈ ગયા છે. આ લોકોને ભોજન માટેની સમસ્યા નડી રહી છે. બીજી બાજુ નિતિન ગડકરીએ બીજા રાજ્યોમાં પરત ફરી રહેલા લોકો માટે ખાવા પીવાની વ્યવસ્થાના આદેશ જારી કર્યા છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે મુશ્કેલીઓ નડી રહી છે. કોરોના વાયરસના પરિણામ સ્વરૂપે લોકડાઉનની સ્થિતિ વચ્ચે ટ્રેનો અને બસ પણ બંધ છે.

       ગડકરીએ કહ્યું છે કે, એનએચએઆઈના ચેરમેન અને હાઈવેના ટોલ ઓપરેટર્સને સુચના આપવામાં આવી છે. બીજા રાજ્યોમાં પરત જઈ રહેલા નાગરિકો અને મજદુરો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે પીવા માટે પાણી અને ભોજનનીની વ્યવસ્થા અતિ જરૂરી બની ગઈ છે. આને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કોરાના વાયરસના પરિણામ સ્વરૂપે હાલમાં હાલત કફોડી બનેલી છે. લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના લોકો વધુ અટવાયા છે.

(12:00 am IST)