Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

દિલ્હીમાં લોકડાઉનના લીરેલીરા ઉડ્યા : 50 હજાર લોકો વતન તરફ હિજરતના માર્ગે : તમામ રસ્તાઓ ઉભરાયા

મજુરો, રિક્ષાચાલકો અને ફેક્ટ્રી કર્મચારીઓ વતન જવા માટે હજ્જારોની સંખ્યામાં ઉમટ્યા

 

નવી દિલ્હી : દિલ્હીમાં લોકડાઉન વચ્ચે હજારો લોકો રોડ રસ્તામાં ઉમટી પડ્યા છે લૉકડાઉનના ચોથા દિવસે મજુરો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યાં છે અને એક મોટો પડકાર બની ગયો છે. તેનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણાં પગલાં ભર્યાં છે. દિલ્હી એનસીઆરની સ્થિતી ખુબ ખરાબ છે અહીં મજુરો, રિક્ષાચાલકો અને ફેક્ટ્રી કર્મચારીઓ પોતાના ગામ તરફ જવા માટે હજ્જારોની સંખ્યામાં નિકળી પડ્યાં છે. પરંતુ માત્ર દિલ્હી NCR નહી પરંતુ સમગ્ર દેશના બીજા અન્ય નાના શહેરોમાંથી પણ લોકો હિજરત કરી રહ્યાં છે.

ગાઝીયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર ઉત્તર પ્રદેશ જઈ રહેલા લોકોની મોટી ભીડ જોવા મળી હતી. અહીંથી યુપી સરકારે લોકોને બસોની વ્યવસ્થા કરી તેમના ઘરો સુધી પહોંચાડ્યા હતા. સિવાય રાજસ્થાન સરકારે લૉકડાઉનના લીધે પ્રવાસી મજુરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રવાસી મજુર અને શ્રમિક રાજસ્થાન શહેરને છોડીને જઈ રહ્યાં છે તેમને પહોંચાડવા માટે 600 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્હીના આનંદ વિહાર આંતરરાજ્ય બસ સ્ટેશન પર શનિવાર સાંજે પલાયન કરનારા લોકોની મોટી ભીડ જમા થઇ ગઇ જ્યાં કોઇ વ્યવસ્થા જોવા મળી. જોકે માત્ર દિલ્હી-એનસીઆર નહીં પરંતુ દેશના બીજા પણ નાના મોટા શહેરોથી પણ લોકોનું પલાયન પ્રકારે ચાલી રહ્યું છે. ભલે તેઓ કાનપુર હોય, સોનીપત હોય કે પછી સિરસા કે આગર માલવા કે પછી ગુજરાત હોય.

કેટલાક મજૂરોનું કહેવું છે કે ખાવાનું નથી, કામ નથી, મરી જઇશું અહીં. મજૂરોને કોરોનાથી સંક્રમિત થવાની કોઇ ચિંતા નથી. કોઇ બીજાને સંક્રમિત કરી દેશે તેનો અંદાજ પણ નહીં હોય. આમને ઘરે જવું છે, અને એટલા માટે બસમાં ગમેતેમ ટકી જવાની ઉતાવળ છે.

(12:14 am IST)