Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 6,42,248એ આંબ્યો:સ્પેનમાં 24 કલાકમાં 832ના મોત : ઇટલીમાં એક દિવસમાં 969 મોત :દુનિયાભરમાં કુલ મૃત્યુઆંક 29,908

ઈટાલી, સ્પેન, ફ્રાંસ તથા અમેરિકામાં સૌથી વધારે ભયાનકતા : આ ચાર દેશમાં કુલ 19,733 લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી : કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે દુનિયામાં સંક્રમિતોનો કુલ આંકડો 6,42,238એ પહોંચ્યો છે છેલ્લા 24 કલાકમાં કુલ સંક્રમિતોની સંખ્યામાં  60,000 જેટલો વધારો થયો છે. મૃત્યુઆંક પણ 29,908 થયો છે. 24 કલાકમાં મૃત્યુઆંકમાં પણ આશરે ત્રણ હજાર જેટલો વધારો થયો છે.  ઈટાલી, સ્પેન, ફ્રાંસ તથા અમેરિકામાં સૌથી વધારે અસર જોવા મળે છે.  આ ચાર દેશમાં કુલ 19,733 લોકોએ જીવ ગુમાવ્યા છે.

 સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 832  લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 5,812 થયો છે. અમેરિકામાં વધુ 9,551 લોકો સંક્રમિત થતા કુલ સંક્રમિતોની સંખ્યા 1,13,677 થઈ છે અને વધુ 207 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક પણ 1903 થયો છે. ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં વધુ 969 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 10,000થી વધી 10023 થઈ ગયો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 5,974 વધી 92,472 થઈ છે. યુકેમાં પણ છેલ્લા 24 કલાકમાં 260 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,019 થયો છે. કુલ સંક્રમિતમાં 2,546 ઉમેરો થતા સંક્રમિતની સંખ્યા 17089 થઈ છે.

  અમેરિકાએ કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને આ મહામારી સામે લડવા માટે 174 મિલિયન ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતને 2.9 મિલિયન ડોલર (21.7 કરોડ રૂપિયા)ની મદદ આપવામાં આવશે. બીજીતરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં 16267 લોકોએ જીવ ગુમાવ્યો છે.

(1:33 pm IST)