Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના વાયરસને લઇ ચીન પર વરસ્યા સોનુ નિગમ, બોલ્યા આ પ્રાકૃતિક આપદા નથી પણ બાયોવેપન છે

મુંબઇ :  ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને લોકોની ચિંતા વધારી દીધી છે. ચીનના વુહાનથી શરૂ થયેલ આ વાયરસને એક-એક કરી બધા દેશોને પોતોની ચપેટમાં લીધા છે. જેને લઇ અત્યાર સુધી ર૮ હજારથી વધારે લોકોના મોત થયા છે. અને લગભગ ર લાખ ર૪ હજાર લોકો હજુ પણ આની ચપેટમાં છે.

બધા દેશ કોરોનાને ગંભીરતાથી ન લેવા પર અને સમય પર આની જાણકારી બહાર ન આવવા દેવા પર ચીનને ફીટકાર લગાવી રહ્યા છે. આ વચ્ચે દુબઇમાં ફસાયેલા બોલીવુડ સિંગર સોનુ નિગમએ ન્યુ-૧૮ થી વાતચીત દરમ્યાન પોતાની નારાજગી વ્યકત કરી આ મહામારીને લઇ સોનુ નિગમ ચીન પર વરસ્યા અને કહ્યું કે મને નથી લાગતુ કે આ કોઇ પ્રાકૃતિક આપદા છે પણ આ બાયોવેપન તૈયાર કરવામાં આવ્યું હતું અને આ આને કારણે આ થયું.

(10:50 pm IST)