Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના વાયરસ : ભારતમાં ૨૭ રાજ્યોમાં ૯૧૪થી વધુ કેસ થયા

જીવલેણ કોરોનાથી મોતનો આંકડો વધીને ૨૧ ઉપર પહોંચ્યો : ભારત સરકાર તરફથી સાવચેતીના બધા પગલાઓ અને લોકડાઉનની સ્થિતી વચ્ચે પણ કેસો વધી રહ્યા છે : કેરળમાં સૌથી વધારે કેસો સપાટી પર આવ્યા

નવી દિલ્હી, તા.૨૮ : દુનિયાના દેશોની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. લોકડાઉનની સ્થિતી વચ્ચે સાવચેતીના તમામ પગલા તમામ રાજ્યોમાં લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસો વધતા ચિંતા પણ વધી રહી છે. બીજી બાજુ લોકોને ઘરમાં રહેવા માટેની તમામ સુચના હોવા છતાં કેટલાક લોકો બહાર નિકળી રહ્યા છે. ભારતમાં કુલ ૨૭ રાજ્યો કોરોનાના સકંજામાં છે. કેસોની સંખ્યા વધીને ૯૧૪ સુધી પહોંચી ગઇ છે. આજે અમદાવાદમાં એકનું મોત થયું હતું. જ્યારે બીજુ તેલંગાણામાં પણ એકનું મોત થયું છે. આની સાથે જ મોતનો આંકડો ૨૧ પર પહોંચ્યો છે. દેશમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીવે ૭૯ સુધી પહોંચી ગઇ છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. . ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી છે.

             ભારત સરકાર તરફથી લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટર્માં કેસોની સંખ્યા સૌથી વધારે છે.દેશના ૨૭ રાજ્યો કોરોના વાયરસના સંકજામાં આવી ચુકયા છે.  મોટા ભાગના રાજ્યોમાં હવે લોકડાઉનની સ્થિતી રહેલી છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૨૭ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં ૪૭ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે.વિદેશમાં  ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૭૯ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે ૨૧ લોકોના મોત થયા છે. કારણે સૌથી વધારે પ્રભાવિત છે.વિદેશમાં ફસાયેલા ભારતીયોનેપરત લાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

             ખતરનાક સ્વરૂપની અસરને ટાળવા માટે દેશભરમાં કઠોર રીતે લોકડાઉનની સ્થિતી હોવા છતાં દેશના જુદા જુદા ભાગોમાં કોરોનાના નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. જે ચિંતા ઉપજાવે છે. છેલ્લા પાંચ દિવસના ગાળામાં ભારતમાં દરરોજ સરેરાશ ૫૬ કેસો નોંધાઇ રહ્યા છે. સોમવારના દિવસે ૯૯ કેસો નોંધાયા બાદ બુધવારના દિવસે ૯૪ કેસો સપાટી પર આવ્યા હતા. જ્યારે ગુરૂવારના દિવસે ૭૧ કેસો સપાટી પર આવ્યા હતા.  કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૭ રાજ્યોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે.

કોરોનાના કેસો વધી રહ્યા છે

સ્થિતીમાં હાલ સુધારાના કોઇ સંકેત દેખાતા નથી

નવીદિલ્હી,તા. ૨૮ : દુનિયાના દેશોની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. લોકડાઉનની સ્થિતી વચ્ચે સાવચેતીના તમામ પગલા તમામ રાજ્યોમાં લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસો વધતા ચિંતા પણ વધી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે.  ભારતમાં કોરોનાના ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૧૪

૦૦

છત્તીસગઢ

૦૮

૦૦

દિલ્હી

૩૮

૦૧

ગુજરાત

૫૩

૦૧

હરિયાણા

૧૯

૧૪

કર્ણાટક

૫૫

૦૦

કેરળ

૧૬૮

૦૮

મહારાષ્ટ્ર

૧૭૭

૦૩

ઓરિસ્સા

૦૩

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૧

૦૦

૧૧

પંજાબ

૩૮

૦૦

૧૨

રાજસ્થાન

૫૨

૦૨

૧૩

તેલંગાણા

૪૬

૧૦

૧૪

ચંદીગઢ

૦૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૨૦

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૫૪

૦૧

૧૮

ઉત્તરાખંડ

૦૪

૦૧

૧૯

બંગાળ

૧૫

૦૦

૨૦

તમિળનાડુ

૩૪

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૩૦

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૦૯

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૩

૦૦

(12:00 am IST)