Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

SBI દ્વારા ફિકસ ડિપોઝીટના વ્યાજદરમાં કરાયો વધારો

નવી દિલ્હી તા. ૨૯ : દેશની સૌથી મોટી બેંક જઇઈં દ્વારા તેના ફીકસ્ડ ડીપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. ફિકસ્ડ ડીપોઝિટની મુદ્દતના આધારે ૧૦થી ૨૫ બેસીસ પોઇન્ટ્સનો વધારો કર્યો છે જે આજથી જ લાગુ પડશે. એક બેસીસ પોઇન્ટ એટલે કે એક પર્સન્ટનો ૧૦૦મો ભાગ.

બેંક વેબસાઇટના જણાવ્યા મુજબ તેમણે ૨ વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધી રાખવામાં આવેલ ફિકસ ડિપોઝિટની વ્યાજ દર વધાર્યા છે અને હવે આવા ગ્રાહકો પોતાની FD પર ૬.૬ ટકાથી લઈને ૬.૭૫ ટકા જેટલું વ્યાજ મેળવશે. આજથી રૂ.૧ કરોડથી ઓછી રકમનું ટર્મ FD માં રોકાણ કરનાર વધુમાં વધુ ૨૫ બેસીસ સુધી વધારો મેળવી શકશે.

જયારે સીનીયર સિટીઝનને પોતાની FD પર વધારાના ૫૦ બેસીસ મળશે. હાલ સમાન્ય લોકો માટે એક વર્ષથી વધુ અને ૨ વર્ષથી ઓછી FD માટે વ્યાજનો દર ૬.૪ અને સીનીયર સિટીઝન માટે ૬.૯૦ ચાલી રહ્યો છે. જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જયારે રૂ.૧ કરોડથી લઈને રૂ.૧૦ કરોડ સુધીની એક વર્ષથી વધુ અને ૨ વર્ષથી ઓછી ટર્મ FDના વ્યાજ પર પણ ૨૫ બેસીસનો વધારો કરવામાં આવ્યો છે.(૨૧.૬)

(10:41 am IST)