Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રામ મંદિરનું નિર્માણ કામ રામનવમીથી શરૂ થઈ શકે

હાલમાં મંદિર નિર્માણ અંગે હોમવર્ક : ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાય : રામ જન્મભૂમિ મંદિરની નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા પહોંચતા મંદિર નિર્માણને લઈને અટકળો

અયોધ્યા, તા.૨૯  : રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ અયોધ્યા પહોંચી ગયા બાદ મંદિર નિર્માણને લઈને રાજકીય ગરમી વધુ તીવ્ર બની ગઈ છે. આજે શનિવારના દિવસે સભ્યોની સાથે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે બે કલાક સુધી મંદિર સંકુલમાં રહીને દરેક પાસાઓ ઉપર વાતચીત કરી હતી. ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે કહ્યું હતું કે હાલમાં મંદિર નિર્માણ માટે ચરણ નક્કી કરવામાં આવી રહ્યા છે. હોમવર્કની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે રામનવમીમાં ૧૫થી ૨૦ લાખ લોકો આવે છે.

         આ તમામ લોકો ભગવાનના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરે તે પ્રાથમિક હેતુ રાખવામાં આવ્યો છે. મહામંત્રી ચંપતરાયે કહ્યું છે કે મૌલિક કામ રૂ કરતા પહેલા એક એક પગલા અને કયા કામ કરવા પડશે તે બાબત નક્કી કરવામાં આવી રહી છે. કયા તબક્કાને પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે તેને લઈને પણ મૌખિક મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ ટેકનિકલ લોકો તેનું યોગ્ય મૂલ્યાંકન કરશે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે મૌલિક કામ કરવા માટે પૂજા ક્યારે રૂ કરવામાં આવે. રામનવમીથી રામ મંદિર નિર્માણનું કામ રૂ થઈ શકે છે. ચંપતરાયે કહ્યું છે કે હાલમા હોમવર્કનું કામ ચાલી રહ્યું છે. સુપ્રિમ કોર્ટનો ચુકાદો મંદિર નિર્માણની તરફેણમાં આવી ગયા બાદ દેશના લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

        ચંપતરાયે કહ્યું છે કે હાલમાં સ્ટેપ નક્કી કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી કેટલીક કહેવાલાયક બાબત અને કામ થશે નહીં ત્યાં સુધી બેઠકની તારીખ જાહેર કરવામાં આવશે નહીં. ટ્રસ્ટના સૂત્રોએ કહ્યું છે કે રામ જન્મભૂમિ સંકુલમાં પૂર્ણ વ્યવસ્થાને લઈ મંથન ચાલી રહ્યું છે. જેમાં રામલીલીને ફાયબરના મંદિરમાં શિફ્ટ કરવાને લઈને પ્રાથમિકતા રહેલી છે. આને લઈને સ્થાન, સુરક્ષા અને દર્શનના માર્ગ જેવી બાબતોને લઈને અંતિમ રૂ આપવાની પ્રક્રિયા સામેલ છે. ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રએ કહ્યું છે કે પહેલા રામલલાને ફાયર મંદિરમાં શિફ્ટ કરવાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારબાદ ગર્ભગૃહ અને મંદિરના નિર્માણ પર કામ રૂ થશે. સમિતના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રા તમામ મામલાઓમાં મંથન કરીને આગળ વધવા તૈયાર છે. તેના ઉપર મંજુરીની મોહર લાગી ગયા બાદ આગળની કામગીરી રૂ થશે. સંકુલથી પરત ફરીને ટીમે ન્યાસ કાર્યશાળામાં નિરીક્ષણ કર્યું હતું. ચંપતરાયે નૃપેન્દ્ર મિશ્રાને ચકાસણી કરવામાં આવેલા પથ્થરો દર્શાવ્યા હતા. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે મંદિર નિર્માણમાં તેનો ઉપયોગ કઈ રીતે થનાર છે. મિશ્રાએ ખૂબ સાવચેતીપૂર્વક અને ગંભીરતાથી કાર્યશાળાનું નિરીક્ષણ કર્યું હતું.

(7:42 pm IST)