Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

તાહિર હુસેનની શોધખોળ જારી : આવાસ પર તપાસ

એફએસએલ દ્વારા જુદ જુદા નમૂના લેવાયા : તાહિર હુસેનને ઝડપી પાડવા જુદાજુદા વિસ્તારોમાં ઉંડી તપાસનો દોર : ક્રાઈમ બ્રાંચની ટીમ સક્રિય : નાળામાં પણ શોધખોળ

નવી દિલ્હી, તા.૨૯ : નહેરૂ વિહારના કોર્પોરેટર તાહિર હુસેનની ઈમારતમાં ક્રાઈમ બ્રાંચની ખાસ ટીમ દ્વારા તપસ કરવામાં આવી ચુકી છે. અધિકારીઓએ ઈમારતની ઉપરથી લઈને નીચે સુધ નિરીક્ષણ કર્યું હતું. ફોરેન્સીક સાયન્સ લેબ (એફએસએલ)ની ટીમ દ્વારા પણ ઈમારતના દરેક માળથી સેમ્પલ લઈ લીધા છે. આઈબીના અંકિત શર્માના પિતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમના પુત્રને તાહિરની ઈમારતમાં ખેંચી લેવાયો હતો અને હત્યા પણ એજ ઈમારતમાં કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી ચુક્યો છે. જેથી એસઆઈટીની ટીમે ઈમારતથી પુરાવા એકત્રિત કરવાની રૂઆત કરી દીધી છે. અધિકારીઓના કહેવા મુજબ જો નજીકમાં હત્યા થઈ હશે તો અંકિતના ખુનના સેમ્પલો ચોક્કસપણે મળશે.

        કેટલાક અધિકારીઓએ વિસ્તારમાં પણ ચકાસણી રૂ કરી છે જ્યાંથી અંકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની ટીમ પણ તપાસમાં લાગેલી છે. જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ડીસીપીના કહેવા મુજબ ઉંડી ચકાસણીનો દોર ચાલી રહ્યો છેહથિયારોના મામલામાં પણ તપાસ થઈ રહી છે. તપાસમાં કેટલીક વિગતો ખુલી છે પરંતુ અધિકારીઓ વિગત આપવા માટે ઈચ્છુક નથી. તેમના કહેવા મુજબ કોઈપણ બાબત હાલ જાહેર કરવી યોગ્ય રહેશે નહીં. સેમ્પલોમાં ચકાસણી ચાલી રહી છે. અંકિતનો મૃતદેહ જે વિસ્તારમાં મળ્યો હતો ત્યાં તપાસ ચાલી રહી છે. સીસીટીવી કેમેરામાં પણ તપાસ ચાલી રહી છે. સક્રિય રહેલા મોબાઈલ ફોનના ડેટાની ચકાસણી પણ ચાલી રહી છે. બીજી બાજુ વિવાદના ઘેરામાં રહેલા તાહિરની પણ શોધખોળ ચાલી રહી છે. તાહિરને ટુંક સમયમાં પકડી પાડવામાં આવશે તેવો દાવો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીન કોર્પોરેટરની મુશ્કેલી વધી ગઈ છે. તેના આવાસ ઉપરથી પથ્થરો અને અન્ય હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. પોલીસ ટુકડી વધુ સક્રિય છે.

(7:39 pm IST)