Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઉત્તર પૂર્વીય દિલ્હીમાં સ્થિતિમાં સુધારો : તપાસનો દોર વધુ તીવ્ર

મોતનો આંકડો ૪૨ ઉપર પહોંચ્યો પરંતુ લાપત્તા લોકોની શોધખોળ : સ્થિતિ હળવી થતા જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી થઈ : ઉશ્કેરણીજનક ભાષણો સંદર્ભે રિપોર્ટ કરવા હેલ્પલાઈન નંબર : સાતમી સુધી શાળાઓ બંધ

નવી દિલ્હી, તા.૨૯ : ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી જારી હિંસા ઉપર હવે બ્રેક મુકાઈ છે. જનજીવન ફરી ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. જોકે દુકાનો અને વેપારી પેઢીઓ હજુ પણ બંધ સ્થિતિમાં છે. ચારેબાજુ સુરક્ષા જવાનો નજરે પડી રહ્યા છે. બીજી બાજુ નાગરિક સુધારા કાનૂનના સમર્થન અને વિરોધમાં દેખાવો દરમિયાન ભડકેલી કોમી હિંસામાં મોતનો આંકડો ૪૨ ઉપર પહોંચી ગયો છે. ધરપકડનો દોર જોરદાર રીતે જારી રહ્યો છે. કોમ્બીંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયા તીવ્ર બનાવવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં નવેસરનો ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. કેટલીક દુકાનો આજે ખુલી જતા ગ્રાહકો જીવન રૂરી ચીજવસ્તુઓ, ફળફળાદી અને અન્ય ચીજોની ખરીદી કરતા નજરે પડ્યા હતા.

       દિલ્હી સરકારે ઉશ્કેરણીજનક ભાણષોના સંદર્ભમાં રિપોર્ટ કરવા હેલ્પલાઈન નંબરની રૂઆત કરી છે. સાથે સાથે હિંસામાં તેમના આવાસ ગુમાવી દેનાર લોકોને રોકડ રકમ આપવાની પણ ખાતરી આપી છે. ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં સ્કુલો સાતમી માર્ચ સુધી બંધ રહેશે. સંબંધિત અધિકારીઓના કહેવા મુજબ પરિસ્થિતિ હાલમાં ઉત્તર-પૂર્વીય દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં લેવાય તેવી રહેલી નથી. દિલ્હી સરકારે ઉશ્કેરણીજનક ભાષણોના સંદર્ભમાં રિપોર્ટ કરવા એક વોટ્સએપ નંબર પણ જારી કર્યો છે. લોકો ઈન્સટન્ટ મેસેજિંગ એપ ઉપર સરક્યુલર કરવામાં આવેલા ઉશ્કેરણીજનક મેસેજો અંગે ફરિયાદ કરી શકે છે. સરકાર દ્વારા પ્રકારના મેસેજોને ફોરવર્ડ નહીં કરવા માટે અપીલ કરાઈ છે. પોલીસનું કહેવું છે કે આના લીધે સ્થિતિ વણસી શકે છે.

         સોશિયલ મીડિયા ઉપર ખતરનાક અફવાઓનો દોર ચાલી રહ્યો છે. ફ્લેગમાર્ચનો દોર જારી છે. રમખાણોમાં સામેલ થયેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. દહેશતને દુર કરવા સ્થાનિક લોકો સાથે નિયમિત પણે વાતચીત થઈ રહી છે. સુરક્ષા જવાનો વાતચીત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓ પર ધ્યાન નહીં આપવા લોકોને કહેવામાં આવ્યું છે. પોલીસને અંગે જાણ કરવા સૂચના અપાઈ છે. બીજી બાજુ હિંસાના સંદર્ભમાં ૧૪૮ કેસ દાખલ થઈ ચુક્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ ૨૫ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કુલ ૬૩૦ લોકોની ધરપકડ અથવા અટકાયત કરવામાં આવી ચુકી છે. મામલામાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.

         પોલીસે કોમી હિંસાના ભોગ બનેલા લોકોને મોતના કારકોને શોધી કાઢ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ આપવામાં આવી રહી છે. દિલ્હી સરકારે આજથી તાત્કાલિક રાહત તરીકે રોકડમાં ૨૫ હજાર રૂપિયા આપવાની રૂઆત કરી છે. બેલેન્સ ચેક તેમને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. પીડબલ્યુડી દ્વારા કરવામાં આવેલી મૂલ્યાંકનની કામગીરી બાદ ચેક આપવામાં આવી રહ્યા છે. પથ્થરમાર અથવા તો શારીરિક હુમલાથી થયેલી ગંભીર ઈજામાં ૨૨ના મોત થયા છે. જ્યારે ૧૩ લોકોના મોત ગોળીબારમાં થયા છે.

(7:35 pm IST)