Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સરકારી કર્મીઓની નિવૃતિ વયમર્યાદા ઘટાડવા વિચારણા

પગાર બિલ પાછળ તોતિંગ ખર્ચ થતો હોવાથી સરકાર ઇચ્છે કે કર્મચારીઓ વહેલા નિવૃત થાય

નવી દિલ્હી તા. ર૯ : પંજાબ સરકારે તાજેતરમાં જ નિવૃત્તિ વયમર્યાદા ૬૦ વર્ષથી ઘટાડીને પ૮ કરી દીધી છે. અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર પણ નિવૃત્તિ વયમર્યાદા ઘટાડવા લાંબા સમયથી વિચારણા કરી રહી છે પ્રશ્ન ઘટાડવાથી ફાયદો થઇ શકે છે.?

ભારતમાં રિટાયમેન્ટની વયમર્યાદા વખતો વખત વધારવવામાં આવી છે. ૧૯૬રમાં રિટાયમેન્ટની વયમર્યાદા પપ વર્ષથી વધારીને પ૮ વર્ષ કરાઇ હતી. ત્યારબાદ ૧૯૯૮માં તે વધારીને ૬૦ વર્ષ કરાઇ છે પરંતુ પેન્શન પાછળ થતા ખર્ચને ધ્યાને લેવાય તો તેના ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે. કે જો નિવૃત્તિ વયમર્યાદા ઘટાડાય તો સરકારને ફાયદો થઇ શકે છે.

વાસ્તાવમાં કાર્યરત કર્મચારીઓના પગાર બિલમાં સતત સાતમાં પગાર પંચની  ભલામણ અનુસાર પગારપંચની ભલામણ અનુસાર પગારમાં તોતિંગ વધારો થયો છે.અને પગારની સાથે સાથે ફુગાવનાજન્ય દબાણના કારણે દર વર્ષે કર્મચારીઓને ડીએ પણ ચુકવવું પડે છે. તેથી સરકારનું માનવું છે કે પગાર બિલ કરતા પેન્શન બિલ ઓછુ આવશે તેથી વધુને વધુ કર્મચારી વહેલા નિવૃત થાય તેવું સરકાર ઇચ્છે છે.

(4:02 pm IST)