Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મોરારજીભાઇ દેસાઇની સ્વચ્છ રાજકીય કારકીર્દીને મ્હોફાટ બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શિસ્ત અને સિધ્ધાંતોથી ભરેલું તેમનું સદાય અવિસ્મરણીય રહેશેઃ મોદીનું ટવીટ

નવી દિલ્હી, તા., ર૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મોરારજીભાઇ દેસાઇની ૧રપમી જન્મજયંતી નિમિતે તેમની સ્વચ્છ રાજકીય કારકીર્દીના મ્હોફાટ વખાણ કર્યા હતા. તેઓએ શિસ્ત અને સિધ્ધાંતોને જ રાજકારણમાં પાયો બનાવ્યા હતા. હિંદીમાં નરેન્દ્રભાઇ મોદીએ ટવીટ કર્યુ હતું ર૯ ફેબ્રુઆરી ૧૮૯૬ વલસાડ જીલ્લાના ભડેલી  ગામે તેમનો જન્મ થયો હતો. નરેન્દ્રભાઇ મોદીએ તેમના ટ્વીટમાં કહ્યુ છે કે મોરારજીભાઇ દેસાઇનુ શિસ્ત અને સિધ્ધાંત આધારિત રાજકિય જીવન હંમેશા અવિસ્મરણીય રહેશે.

ઉલ્લેખનીય છે કે મોરારજીભાઇ દેસાઇ શિક્ષક પિતાના સંતાન હતા . તેઓએ સેન્ટ બરસાર હાઇસ્કુલમાંથી શાળાકિય શિક્ષણ પુરુ કરેલ હતુ અને ૧૯૧૮માં બોમ્બે પ્રોવિન્સન ની વિલ્સન સિવીલ સર્વિસીઝમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હતુ. તેઓએ ૧૨ વર્ષ સુધી ડે.કલેકટર તરીકે સરકારમાં ફરજ બજાવી હતી. અને સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવા માટે  રાજીનામુ આપી દીધુ હતુ. આ દરમિયાન તેઓ ૩-૩ વખત જેલમાં ગયા હતા.

(3:50 pm IST)