Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

શેલ દ્વારા એડવાન્સ ફિલટ મેનેજમેન્ટની ભારતમાં રજૂઆત

વૈશ્વિક ફલીટ મેનેજમેન્ટ બિઝનેસમાં ૬૦ વર્ષથી વધુની સમજ અને ૬૦ મિલિયનથી વધુ ફલીટ કાડર્સના આધારે

મુંબઇ, તા.૨૯: બીઝનેઝ અને ફ્લિટ ઓપરેટર્સ દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓનું સમાધાન લાવવા, શેલ, કોઈ પણ ઈન્ડસ્ટ્રીમાં બીઝનેશ માટેના એક વિશ્વસનીય ભાગીદાર, દ્વારા તેના ફ્લિટ સોલ્યુશન્સની ભારતમાં રજૂઆત કરવામાં આવી છે. જેનો હેતું છે ફ્લીટ માલીકોના માલિકી ખર્ચમાં દ્યટાડો કરવાનો છે, શેલના પ્રોડકટ્સ અને સર્વિસીસના પોર્ટફોલીયો જેમાં ઉચ્ચ ગુણવત્ત્।ા વાળા વર્ગીકરણ ધરાવતા શેલ ફ્યુઅલ્સ, શેલ ફ્લીટ પ્રિપેડ પ્રોગ્રામ અને શેલટેલીમેટીકસ જે કામગીરીમાં સારો કંટ્રોલ પુરો પાડે છે અને છેતરપિડીની સામે વધારાની સુરક્ષા પુરી પાડે છે.

વૈશ્વિક ફ્લીટ મેનેજમેન્ટ બિઝનેસમાં ૬૦ વર્ષથી વધુની સમજ અને ૬૦ મિલિયનથી વધુ ફ્લીટ કાર્ડ્સના આધારે, ભારતમાં રજૂ કરાયેલા ઉકેલોની શ્રેણી શેલનો વૈશ્વિક અનુભવ અને કુશળતા, અઘતન તકનીક અને વૈશ્વિક કક્ષાની નવીનતાને એક વિશિષ્ટ શેલનો ફાયદો ભારતીય ફ્લિટ માલીકોને પ્રદાન કરવા માટે લાવે છે.

પ્રસંગે વાત કરતાં, પરમીંદર કોહલી, જીએમ બીઝનેઝ ડેવલપમેન્ટ, માર્કેટીંગ અને ઓપરેશન્સ – ફ્લિટ સોલ્યુશન્સ, જણાવે છે કે, નવી તકનીકો, સેવાઓ અને વધુ કનેકિટવિટીનું એકત્રીકરણ, ફ્લિટ ક્ષેત્રને ફરીથી આકાર આપી રહ્યું છે, નવી આવડતો અને નવા પ્લેયર અને બીઝનેશ મોડલ્સ તૈયાર કરે છે. તેમ છતાં, ફ્લિટ માલીકો અને મેનેજર્સ આ બદલાવનો સ્વિકાર કરવામાં મુશ્કેલી અનુભવે છે અને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરે છે, જેમાં સૌથી મહત્વની છે સ્પર્ધામાં રહેવાનું, ઉંચો ઓપરેશનલ ખર્ચ અને વધતી ગ્રાહક માંગ છે. અમારો હેતું છે કે અમે ગ્રાહકોના ટકાઉ મોબીલીટી સોલ્યુશન્સમાં અમે સૌથી પહેલી પસંદગી રહીયે. અમે આ તેમની ફ્લિટ મેનેજમેન્ટ મુશ્કેલીઓને સમજીને અને તેમને તેમની જરૂરીયાત મુજબના તેમની મુશ્કેલીઓ માટેના ઉકેલો પુરા પાડીને હાંસલ કરવા ઈચ્છીએ છે.

(3:39 pm IST)