Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કોરોના વાયરસનો કહેર : આસિયાન શિખર સંમેલનસ્થગિત કરવા અમેરિકાનો નિર્ણંય

શિખર સંમેલન માર્ચના બીજા સપ્તાહમાં લાસ વેગાસમાં આયોજિત થનારૂ હતુ

વૉશિંગ્ટન: કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે  અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંગઠનના વિશેષ શિખર સંમેલનને સ્થગિત કરી દીધુ છે.

વૉયસ ઑફ અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે આંતરરાષ્ટ્રીય સમુદાય નોવેલ કોરોના વાયરસને હરાવવા માટે એક સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે અમેરિકાના આસિયાન સહયોગીઓ સાથે મળીને આસિયાન નેતાઓની બેઠક જે મધ્ય માર્ચમાં નિર્ધારિત હતી તેને સ્થગિત કરવાનો કડક નિર્ણય લીધો છે.

  અધિકારીએ કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા આ મહત્વપૂર્ણ ક્ષેત્રના રાષ્ટ્રો સાથે અમારા સંબંધોને મહત્વ આપે છે અને ભવિષ્યની બેઠકો માટે તત્પર છે. શિખર સંમેલન માર્ચના બીજા સપ્તાહમાં લાસ વેગાસમાં આયોજિત થનારૂ હતુ. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને આસિયાન દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકોની યોજના બનાવી હતી.

(2:15 pm IST)