Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

યોગી સરકાર વધુ એક શહેરનું નામ બદલશે : હવે ગાઝીપુરનું નામ બદલીને ગાંધીપુરી રાખવા માંગ

લડવૈયા ગાઝીના નામ પરથી આ શહેરનું નામ ગાઝીપુર રાખવામાં આવ્યું

લખનૌ :ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વધુ એક શહેરનું નામ બદલશે , મુગલસરાય, ઈલાહાબાદ અને ફૈઝાબાદ પછી હવે સરકાર ગાઝીપુર જિલ્લાનું નામ બદલવાની તૈયારીમાં છે જેમનું નામ હવે ગાધીપુરી કરવામાં આવશે.

 ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશના સહ-મીડિયા સંપર્ક વડા નવીન શ્રીવાસ્તવએ નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને મળીને ગાજીપુર જિલ્લાનું નામ બદલીને ગાધીપુરી રાખવાની માંગ કરી છે

   નવિન શ્રીવાસ્તવનું કહેવું છે કે પ્રાચીન કાળમાં મહર્ષી વિશ્વામીત્રના પિતા રાજા ગાધીની રાજધાની ગાધીપુરી હતી પછીથી મુસ્લિમ મૌલવી મોહમ્મદ બિન તુગલુકના લડવૈયા ગાઝીના નામ પરથી આ શહેરનું નામ ગાઝીપુર રાખવામાં આવ્યું." જોકે નવિન શ્રીવાસ્તવ કહે છે કે તેઓ ગાજીપૂરને તેનું પ્રાચીન ગૌરવ પરત કરાવવા લાંબા સમયથી પ્રયાસરત છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા યોગી સરકાર મુગલસરાય જિલ્લાનું નામ બદલીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર, ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા બસ્તી જિલ્લાનું નામ બદલ વશિષ્ઠનગર કરવાનું વિચારી રહી છે ત્યારે હવે ગાજીપુર જિલ્લાનુ નામ બદલાની પણ માગ મહત્વની બની છે.

(2:10 pm IST)