Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ચિકન દ્વારા કોરોના ફેલાય છે ? અફવા રોકવા તેલંગાણાના મંત્રીઓએ સ્ટેજ પર ચીકન ખાધુ

મંત્રીઓએ સ્ટેજ પર ચીકન અને ઈંડા ખાઈને લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવાની કોશિશ કરી

હૈદરાબાદ : તેલંગણામાં કોરોના વાયરસના સંક્રમણનો હજુ સુધી કોઈ મામલો સામે આવ્યો નથી. પણ લોકોમાં તેનો ડર હજુ પણ છે. તેને ધ્યાનમાં રાખીને તેલંગણામાં ચીકન અને ઈંડા ખાવાથી વાયરસ ફેલાવવાની અફવા પણ ફેલાઈ રહી છે. આ અફવાઓને રોકવા માટે તેલંગણા સરકારે અનોખો ઉપાય શોધી કાઢ્યો. શુક્રવારે રાજ્ય સરકારના ઘણાં મંત્રીઓએ સ્ટેજ પર ચીકન અને ઈંડા ખાઈને લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવાની કોશિશ કરી.હતી 

આ ઈવેંટ હૈદરાબાદના નેકલેસ રોડમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં તેલંગણા સરકારના મંત્રી કેટી રામારાવ, ઈતેવા રાજેંદર, શ્રીનિવાસ યાદવ અન્ય મંત્રીઓ સ્ટેજ પર ઊભા હતા. દરેક નેતાઓએ ચીકન ખાઈને લોકોમાં કોરોના વાયરસને લઈને ફેલાયેલા ભ્રમને દૂર કરવાની કોશિશ કરી.હતી

   અત્રે ઉલેલ્ખનીય છે કે કોરોના વાયરસના ભ્રમને ખતમ કરવા માટે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા જેવા રાજ્યોમાં ચીકન મેળાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

(1:15 pm IST)