Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

" ઇઝ ઇન્ડિયા હેવ એની ઇમેજ પ્રોબ્લેમ ? " : બ્રિટનમાં ભારતની પ્રતિષ્ઠા વિષે શૃંખલા શરૂ : નાગરિકતા કાનૂન ,જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમની નાબુદી ,સહિતના પ્રશ્નો અંગે ચર્ચાઓ થઇ

લંડન : ઇઝ ઇન્ડિયા હેવ એની ઇમેજ પ્રોબ્લેમ ? નામથી બ્રિટનમાં ગુરુવારથી  વૈશ્વિક ચર્ચા કરતી નવી શૃંખલા શરૂ થઇ છે.જેમાં ભારતની આંતર રાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિષે ચર્ચાને સ્થાન અપાયું છે.જે અંતર્ગત નાગરિકતા સંશોધન કાનૂન ,જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ દૂર કરવાનું પગલું સહિતના પ્રશ્નો ચર્ચવામાં આવ્યા હતા.જે અંગે ઉપસ્થિત જુદા જુદા અગ્રણીઓએ મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
ચર્ચામાં શામેલ મહાનુભાવોમાં વિદેશ મંત્રાલય સલાહકાર અશોક મલેક ,અર્થશાસ્ત્રી તથા લેખક લોર્ડ મેઘનાથ દેસાઈ ,વેદાન્તા રીસોર્સીસ પ્રમુખ અનિલ અગ્રવાલ ,બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય ,ઓસ્ટ્રેલિયાના સર લીન્ટન ક્રોસ્બી સહિતનાઓનો સમાવેશ થતો હતો.

(12:28 pm IST)
  • કુલુમાં ફરી હિમવર્ષાઃ સાથે વરસાદ પડયોઃ વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ કુલુ-મનાલીમાં હવામાનમાં બદલાવ આવ્યો છે. ફરી વરસાદ સાથે હિમવર્ષા થતાં ઠંડીનો માહોલ છવાયો છે. access_time 11:28 am IST

  • પોરબંદરમાં અપહરણ કરાયેલી ૭ ભારતીય બોટના લાયસન્સ રદ્દ : પાકિસ્તાને કર્યુ છે બોટનું અપહરણ : રાષ્ટ્રીય સુરક્ષાને લઈ ફિશીંગ લાયસન્સ રદ્દ access_time 5:25 pm IST

  • દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશને ૬ લોકોના એક જૂથે 'દેશ કે ગદ્દારો કો, ગોલી મારો' જેવા સ્લોગન સૂત્રોચ્ચાર કર્યા હતા : આ તમામની પોલીસે ધરપકડ કરી લીધી છે : આ સૂત્રોચ્ચારની વિડીયો કલીપ ભારે વાયરલ થઈ હતી access_time 5:20 pm IST