Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

૨૦૧૯માં ૩૭,૫૦૦ ભારતીયને યુકેના સ્ટુડન્ટ વિઝા

નવી દિલ્હી,તા.૨૯:યુકે ઇમિગ્રેશન બાબતે તાજેતરમાં ૨૭ ફેબ્રુઆરીએ પ્રગટ થયેલા આંકડાઓ જણાવે છે કે ૨૦૧૯માં ભારતના ૩૭,૫૦૦ વિદ્યાર્થીઓને ટીયર-૪ (સ્ટુડન્ટ) વિઝા આપવામાં આવ્યા છે જે ગયા વર્ષ કરતાં ૯૩ ટકાનો ઉછાળો સૂચવે છે.

ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યા છેલ્લાં આઠ વર્ષની આ સૌથી મોટી છે. ૨૦૧૬થી આ સંખ્યા સતત વધતી જ રહી છે. સ્ટુડન્ટ વિઝા માટે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે.

ગયા વર્ષે ૫૭,૦૦૦થી વધુ ભારતીય નાગરેકોને ટીયર-૨ર સ્કીલ્ડ વર્ક વિઝા આપવામાં આવ્યા હતા. આ આંકડો વિશ્વ સ્તર પર આપવામાં આવેલા તમામ સ્કીલ વર્ક વિઝાના ૫૦ ટકાથી વધુ છે. એનો અર્થ એવો કે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતીયોને સૌથી વધુ વિઝા આપવામાં આવ્યા.

ભારતીય પ્રવાસીઓ માટે યુકે સતત લોકપ્રિય હોલિડે ડેસ્ટિનેશન બની રહ્યું છે.

(11:35 am IST)