Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દિલ્હી હિંસાનું તાંડવ : હિંસક વિસ્તારોમાંથી મળ્યા ૫૦૦૦ કિલો ઇંટ - પથ્થર : ૪ દિ'માં ૫૦૦ વાહનો સળગાવાયા

૭૯ ઘરોને આગ : ૫૨ દુકાનો સળગાવાઇ : ૫ ગોડાઉન - ૩ કારખાનાને પણ આગ

નવી દિલ્હી તા. ૨૯ : સીએએ અંગે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા દરમિયાન ભારે પથ્થરમારો થયો જેની ભયંકર તસ્વીરો રસ્તાઓ પર વિખરાયેલી ઇંટ - પથ્થરના પે જોવા મળી. નોર્થ ઇસ્ટ દિલ્હીના જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ વગેરે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇંટ અને પથ્થરબાજી થતી જોવા મળી. બે દિવસથી નિગમની સફાઇ ટીમોને વિવિધ વિસ્તારમાંથી અંદાજે પાંજ હજાર કિલો ઇંટ - પથ્થર સાફ કર્યા છે. આ ઉપરાંત અંદાજે વીસ મેટ્રીક ટન કચરો તેમજ ક્ષતિગ્રસ્ત સામાનને હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી હટાવામાં આવ્યા છે.

જો કે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ભારે સંખ્યામાં પોલિસબળ તૈનાત કર્યા બાદ શાંતિનો માહોલ બનવાનું શરૂ થયું તો પૂર્વી નિગમે સફાઇ કાર્ય શરૂ કર્યું. શાહદરા ઉત્તરી ક્ષેત્રના ઉપાયુકત રેનન કુમારે જણાવ્યું કે, અનેક વિસ્તારોમાં આગજનીની ઘટના બાદ રસ્તા પર ચારેય તરફ પથ્થર, દુકાનો - મકાનોની બહાર સળગેલો સામાન, માર્ગો પર સળગેલી કારો, મોટરસાઇકલ, ઇ-રિકસા, ઓટો સહિત અન્ય વાહનોનો ગુરૂવારથી ઉઠાવાનું શરૂ કર્યું હતું.

રાતભર ચાલેલા આ સફાઇ અભિયાનમાં અત્યાર સુધી ૨૦ મેટ્રીક ટન કચરો ઉપાડવામાં આવ્યો છે. મોટી માત્રામાં આ વિસ્તારમાં ઇંટ - પથ્થરો મળ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પાંચ હજાર કિલો ઇંટ - પથ્થર સાફ કરવાના આવ્યા છે. નિગમના અંદાજે પાંચ હજાર સફાઇ કામદારો સફાઇ અભિયાનમાં લાગી ગયા છે.  ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન દ્વિચક્રી વાહનો સહિત ૫૦૦થી વધુ વાહનોને સળગાવી દેવામાં આવ્યા. દિલ્હી રમખાણોમાં જ્યાં ૭૯ ઘર ઝપેટમાં આવ્યા અને બીજી બાજુ ૫૨ દુકાનોને આગના હવાલે કરવામાં આવી. આ ઉપરાંત પાંચ ગોડાઉનને આગ લગાડવામાં આવી છે.

(11:05 am IST)