Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વાયગ્રામાંથી બનેલી જેલ કેન્સરના પીડાદાયક ફોલ્લાઓ મટાડી શકે છે

પ્રાણીઓ પર કરાયેલ પરીક્ષણમાં જેલની સહાય વડે રેડિએશનના ઘાવ જલદીથી સાજા થયા હતા

નવી દિલ્હી, તા.૨૯: કામશકિત વધારનાર દવા વાયગ્રામાંથી બનેલી જેલ રેડિયોથેરપીનો સામનો કરી રહેલા કેન્સરના દર્દીઓ માટેની મુખ્ય આડઅસરમાંથી રાહત આપી શકે છે. દર્દનાક રેડિયોથેરપી વેઠનાર લગભગ ૮૫ ટકા દર્દીઓને સાજા કરી શકાય છે. આ સારવાર જેટલી લાંબી ચાલે તેટલું દર્દ વકરે છે, કારણ કે સ્કિનનો આ ભાગ રેડિએશનની અસર હેઠળ આવે છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ પાણીમાંથી એક જેલ બનાવી છે જેમાં ૫ ટકા સ્લીડાફીલ હોય છે, જેમ કે શરૂઆતનું સંશોધન દર્શાવે છે, આ નુકસાનની સામે રક્ષણ આપી શકે છે. એક અનુમાન પ્રમાણે, ઇંગ્લેન્ડમાં દર વર્ષે લગભગ ૧ લાખ લોકોને રેડિયોથેરપીને કારણે ત્વચાની બીમારીઓ થાય છે. નવી દિલ્હીના ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુકિલયર મેડિસન એન્ડ એલાઇડ સાયન્સના વૈજ્ઞાનિકોએ વાયગ્રા આધારિત જેલ બનાવાનો નિર્ણય કર્યો છે કારણ કે અગાઉના સ્ટડીમાં એવું જણાવાયું હતું કે શીધ્રપતનની સમસ્યા નિવારવા માટે જે દર્દીઓને આ દવા અપાયેલી હતી તેમના ઘાવ જલદીથી સારા થયા હતા.

પ્રાણીઓ પર કરાયેલ પરીક્ષણમાં જેલની સહાય વડે રેડિએશનના ઘાવ જલદીથી સાજા થયા હતા. વૈજ્ઞાનિકો જણાવી રહ્યાં છે કે નુકસાનગ્રસ્ત હિસ્સામાં ઓકિસજનથી ભરપૂર લોહીના પ્રવાહને સક્રિય કરીને ઈજા મટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેમિકલ નાઇટ્રિક ઓકસાઇડના રિલીઝને છૂટું પાડીને આ દવા સહાય કરે છે. આ જેલ કામશકિતમાં જેવી રીતે મદદ કરે છે તેવી જ રીતે આ દર્દ મટાડવામાં પણ ભૂમિકા ભજવે છે. તમામ ઘા, સળગવાના નિશાન અને અલ્સરને મટવા માટે ઘણા ઓકિસજનની જરૂર પડે છે. લગભગ અડધા કેન્સરના દર્દીઓએ તેમની સારવારના કોઈને કોઈ તબક્કે રેડિયોથેરપી લીધેલી જ હોય છે. કેટલાક કેસોમાં તો સર્જરી પહેલાં ટયૂમરને દબાવી દેવા માટે આ દવા આપવામાં આવે છે. બીજા કેટલાક કેસોમાં કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે તે આપવામાં આવે છે. ટયૂમર મગજમાં ઝડપથી વિકસિત પામનાર સેલના સમૂહોની બનેલી હોય છે અને મોટાભાગના કેસોમાં દર્દીઓ આ રોગ વારસાગત ધરાવતા હોતા નથી. તે શરીરના બીજા કોઈ ભાગમાં ફેલાતી નથી, એક વાર તેનું નિદાન થાય તે પછી તેને ટાર્ગેટ બનાવવી લગભગ અશકય હોય છે. નિદાન થાય તે સમય સુધીમાં તો ટયૂમર મગજની અંદર ઊંડે સુધી ફેલાઈ જતી હોય છે અને તેથી કેન્સરગ્રસ્ત કોષોને દૂર કરવામાં ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે અને આવા દર્દીઓ સાજા થઈ શકતા નથી. જો આજુબાજુના ભાગને નુકસાન ન થાય તો સર્જન ટયૂમર અથવા તો તેના કોઈ ભાગને દૂર કરી શકે છે. આ ઘણી વાર અસરકારક હોય છે પરંતુ રેડિયોથેરપીને કારણે દર્દનાક ફોલ્લાઓ પડે છે.

(10:38 am IST)