Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

હાય રે બેકારી

પાર્કિગ એટેન્ડન્ટની નોકરી માટે એન્જિનિયરો કરી રહ્યા છે અરજી

નવી દિલ્હી, તા.૨૯: ચેન્નઈમાં એન્જિનિયરની ડિગ્રી ધરાવતા બેરોજગારોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હાલત એવી છે કે મોટી ડિગ્રી ધરાવતા શિક્ષિત લોકો કોઈ પણ નોકરી કરવા માટે તૈયાર છે. તેમની માત્ર એક જ આશા છે કે તેઓ કોઈ પણ રીતે એક વખત વર્કિંગ કલાસમાં જોડાઈ શકે. અહીં નોકરીઓ ઓછી અને તેમાં એપ્લાઈ કરનારાઓની સંખ્યા વધારે છે.

એક રિપોર્ટ મુજબ ચેન્નઈમાં ૧૪૦૦ ઉમેદવારોએ પાર્કિંગ એટેન્ડન્ટની નોકરી માટે અરજી કરી છે. આ ઉમેદવારોમાં ૭૦ ટકાથી વધારે લોકો એવા છે જેમણે ગ્રેજયુએશન કર્યું છે જયારે ૫૦ ટકાથી વધારે ઉમેદવારો પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે. તમને જણાવી દઈએ કે પાર્કિંગ અટેન્ડન્ટની નોકરી માટે શૈક્ષણિક લાયકતા SSLC એટલે કે ધોરણ ૧૦ રાખવામાં આવી છે.

અત્યાર સુધી પાર્કિંગ અટેન્ડન્ટનું કામ આર્મીથી રિટાયર્ડ થેલા ૧૦મી પાસ કર્મચારીઓ કરતા હતા પરંતુ હવે સોમવારથી એન્જિનિયરિંગની ડિગ્રી ધારક પાર્કિંગની વ્યવસ્થા કરતા જોવા મળશે.

રોજગારીની સ્થિત અંગે વાત કરતા એક ઉમેદવારે જણાવ્યું છે કે, 'મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીની હાલત ખરાબ હોવાથી મારી પાસે નોકરી નથી.'

તમને જણાવી દઈએ કે પાર્કિંગ અટેન્ડન્ટની નોકરી માટે એક હાજાર લોકોને રાખવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના એન્જિનિયર છે. આ સ્થિતિ પરથી ખ્યાલ આવી રહ્યો છે કે દેશમાં શિક્ષિત બેરોજગારોની સ્થિતિ ખુબ જ ગંભીર છે.

(10:37 am IST)