Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા-ભારતની ભાગીદારી વધુ મજબૂત બનશેઃ યુએસ વિદેશમંત્રી પોમ્પિયો

ટ્રમ્પની બે દિવસની ભારત યાત્રાને માઈક પોમ્પિયોએ શાનદાર અને ઐતિહાસીક ગણાવી

વૉશિંગ્ટન , અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ભારત યાત્રાને અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ શાનદાર અને ઐતિહાસીક ગણાવી છે . પોમ્પિયોએ ટ્રમ્પ અમેરિકા પરત ફર્યા બાદ  ટિ્ વટ કરી છે . તેમાં તેમણે લખ્યું છે કે , રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત દર્શાવે છે કે , અમેરિકા માટે ભારત કેટલુ મહત્વનું છે . પોમ્પિયોએ વ્હાઈટ હાઉસની એક ટિ્ વટને રિટિ્ વટ કરતાં લખ્યું છે કે , લોકતાંત્રિક પરંપરાઓ આપણને ( ભારત - અમેરિકાને ) એક કરે છે . બંને દેશોના હિતો આપણને જોડે છે . રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં બંને દેશોની ભાગીદારી વધારે મજબૂત થશે .

પોમ્પિયોએ વ્હાઈટ હાઉસની જે ટિ્વટને રિટિ્ વટ કરી છે તેમાં ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની ચાર તસવીરો પણ સામેલ છે . ૨૬ ફેબ્રુઆરીએ કરવામાં આવેલી ટિ્વટમાં વ્હાઈટ હાઉસે લખ્યું છે કે , અમે લોકોની સ્વતંત્રતા , વ્યક્તિગત અધિકારો અને કાયદાની રક્ષા માટે કામ કરીએ છીએ .

અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયા મુદ્દાના કાર્યવાહક મંત્રી એલિસ જી વેલ્સે પણ ટવટ કર્યું છે કે , ટ્રમ્પની ભારત યાત્રાથી બંને દેશોના સંબંધોમાં સુધારો થયો છે . પ્રવાસથી બંને દેશોના લક્ષ્‍યાંક આગળ પહોંચ્યા છે . ઉર્જા , રક્ષા જેવા ઘણાં મહત્વના મુદ્દાઓમાં આંતરિક સહયોગ માટે રસ્તા ખુલ્યા છે .

(12:56 am IST)