Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

જાણીતા લેખક ચેતન ભગત હિંસાથી નિરાશ : કહ્યું-- કોમવાદમાં મૂળ સમસ્યા ભુલાઈ જશે

ટ્વીટ કરીને લખ્યું કોરોના વાયરસનો કહેર,નબળું અર્થતંત ,નોકરીનું સંકટ પર ધ્યાન આપવાની જરૂર પણ દેશમાં હિન્દુ - મુસ્લિમ ચાલી રહ્યું છે

નવી દિલ્હી : દિલ્હીની ખતરનાક હિંસામાં 42 લોકોએ જીવ ગુમાવ્યા છેઆવી સ્થિતિમાં આ રમખાણોને લઈને જાણીતા લેખક ચેતન ભગતનું નિવેદન બહાર આવ્યું છે. હિંસા અંગે નિરાશા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે દેશમાં ઘણી મોટી સમસ્યાઓ છે જેનો આપણે સામનો કરવો પડી રહ્યો છે.

ચેતન ભગતએ ટ્વિટ કરીને લખ્યું છે- 'કોરોના વાયરસના કહેરની વૈશ્વિક બજારમાં ખરાબ અસર પડી રહી છે. વૈશ્વિક માંગ સમાપ્ત થશે. ભારત પહેલેથી જ નબળા અર્થતંત્રનો સામનો કરી રહ્યું છે, જેમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ છે. તેવામાં આ કારણે નોકરીનો વિકાસ સંકટમાં આવશે. આ મામલે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પણ દેશમાં હિન્દુ - મુસ્લિમ, હિન્દુ - મુસ્લિમ ચાલી રહ્યું છે. ચેતનનો કહેવાનો હેતુ સ્પષ્ટ છે કે, હિન્દુ-મુસ્લિમ વિવાદોમાં સામેલ થવાને કારણે મુખ્ય સમસ્યાઓ ભૂલી જવાશે.

(12:43 am IST)