Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દિલ્હીની હિંસામાં મૃત્યુઆંક વધીને 42 થયો : 123 વિરુદ્ધ એફઆઈઆર : 630 લોકોની ધરપકડ :સ્થિતિની સમીક્ષા

ઉત્તર-પૂર્વ દિલ્હીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

નવી દિલ્હી : દિલ્હી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 42 થઇ ગઇ છે. જ્યારે કે 100 જેટલા લોકોની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 123 એફઆરઆઈ નોંધવામાં આવી. જ્યારે કે 630 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.  દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં શાંતિ રહી છે  પોલીસે ઘણા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કર્યું. ઉત્તર-પૂર્વ દિલ્હીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે.

આ વિસ્તારમાં તંત્રએ એક મહિના માટે કલમ 144 લાગુ કરી દીધી છે. જો કે જુમાની નમાઝ હોવાના કારણે કર્ફ્યુમાં ચાર કલાકની ઢીલ આપવામાં આવી. આ દરમિયાન ફોરેન્સિક લેબોરેટરીની ટીમે ચાંદબાગમાં આપના કાઉન્સિલર તાહિર હુસૈનની ફેક્ટ્રીનું નિરીક્ષણ કરીને ત્યાંથી પુરાવા એકત્ર કર્યા હતા. દિલ્હી પોલીસના અધિકારી ઓપી મિશ્રાએ શુક્રવારે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઇને સ્થિતિની સમિક્ષા કરી હતી તેમણે કહ્યું કે અહીંયા લોકોએ ગંગા-જમુના તહજીબ જાળવી રાખવી જોઇએ.

(12:00 am IST)