Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

અફઘાન સમજુતિમાં હસ્‍તાક્ષર સમારોહમાં પાકિસ્‍તાનને આમંત્રણ એ પાકિસ્‍તાનના પ્રયાસોને માન્‍યતાઃ પાકિસ્‍તાન વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશી

દોહાઃ તાલિબાન અને અમેરિકા વચ્‍ચે સંભવિત શાંતિ સમજુતીના હસ્‍તાક્ષરના અવસર પર થનારા સમારોહમાં સામેલ થવા માટે પાકિસ્‍તાનને પણ આમંત્રણ મોકલવામાં  આવ્‍યું છે. સંભાવના કે આ સમજુતી પર શનિવારના કતારની રાજધાની દોહામાં હસ્‍તાક્ષર થશે. સમારોહમાં સામેલ થવા માટે પાકિસ્‍તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી દોહા પહોંચી ચુકયા છે. કુરેશીએ  શુક્રવારના મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કશે  અમેરિકા અને તાલિબાન વચ્‍ચે થનાર શાંતિ સમજુતિના અવસર પર થવાવાળા સમારોહ માટે આમંત્રણ મળવું પાકિસ્‍તાન માટે એક મોટા સમ્‍માનની વાત છે અને આ અફઘાનિસ્‍તાનમા શાંતિ માટે પાકિસ્‍તાનની કોશિષોને માન્‍યતા આપવામાં આવી છે.

કુરેશીએ કહ્યું કે પચાસ દેશોના વિદેશંમત્રી અને પ્રતિનિધિ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઇ રહ્યા છે જે પુરી દુનિયાની મીડિયા આને કવર કરશે.  અફઘાનિસ્‍તાનમાં શાંતિ માટે પાકિસ્‍તાનની ભૂમિકાની સરાહના થઇ રહી છે. કુરેશી આ અવસર પર ભારતનો વિરોધ કરવાનું ચૂકયા નથી. અહીં પહોંચેલ આંતરરાટષ્‍્‌રીય પ્રતિનિધ ભારતની રાજધાની દિલ્લીમાં થઇ રહેલ સાંપ્રદાયીક હિંસાની ચર્ચા કરી રહ્યા છે.

કુરેશીએ એમ કહ્યું કે ભારતની પાકીસ્‍તાનને અલગ - થલગ કરવાની કોશિષ નીષ્‍ફળ થઇ ચુકી છે.  ભારતએ પાકિસ્‍તાનને એફએટીએફની કાળી યાદીમાં નાખવાનો પ્રયાસ કર્યો જે નિષ્‍ફળ રહ્યો.  કુરેશીએ આરોપ લગાવી દીધો કે ભારતએ અફઘાનિસ્‍તાનની શાંતિ પ્રક્રિયામાં અડચણો ઉભી કરવાની કોશિષ કરી. સમજુતી થઇ જશે તો પાકિસ્‍તાન માટે મોટી સફળતા હશે.

(12:00 am IST)