Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ભારત અને અમેરિકાની મુલાકાત શાનદાર અને ઐતિહાસિક : પ્રેસિડન્ટ ટ્રમ્પની ભારત યાત્રા બાદ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓનું ટ્વીટ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા બાદ વ્હાઇટ હાઉસ અને વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ આ યાત્રાને શાનદાર અને ઐતિહાસિક ગણાવતું ટ્વીટ કર્યું છે.જેમાં લખ્યા મુજબ પ્રેસિડેન્ટની મુલાકાત દર્શાવે  છે કે અમેરિકા માટે ભારત કેટલું મહત્વનું છે.
તેમણે ઉમેર્યું હતું કે બંને મહાન લોકશાહી દેશોના સબંધો લોકતંત્રને નવું બળ પૂરું પાડે છે.તથા બંને દેશોના હિતોને  પરસ્પરને જોડે છે.જે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં નવું બળ પૂરું પાડનારા છે.

(7:22 pm IST)