Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થકોનો તિરંગો લહેરાવતા વિદ્યાર્થીઓ પર હુમલો:૫ ના મોત

ઓસ્ટ્રેલિયામાં 15 દિવસમાં ત્રણ વખત હિંદુ મંદિરો પર હુમલા થયા છે

નવી દિલ્હી:ખાલિસ્તાની સમર્થકો દ્વારા વિદેશમાં પણ ભારત વિરોધી પ્રદર્શન અને તોડફોડ કરવામાં આવી રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તિરંગો ફરકાવનાર ભારતીય યુવક ઉપર હુમલાની ઘટના બની છે.

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોની ગુંડાગીરી સતત જોવા મળી રહી છે. રવિવારે વધુ એક વીડિયો સામે આવ્યો છે.જેમાં ખાલિસ્તાની સમર્થકો અચાનક આવીને વિદ્યાર્થીઓ અને તિરંગો ઝંડા લઈને આવેલા કેટલાક લોકોનો પીછો કરી હુમલો કરી રહ્યા છે. ખાલિસ્તાન સમર્થકોના હાથમાં પોતાનો ઝંડો છે. ઓસ્ટ્રેલિયન પોલીસ પણ સ્થળ પર ઉભી છે અને હંગામાને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર ઘટના મેલબોર્નના ફેડરેશન સ્ક્વેરની છે.

 

આ હુમલામાં 5 લોકો માર્યા ગયા છે. એક યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થીઓ તિરંગો ઝંડો લઈને ચોકડી પર ઉભા છે. તે બધા ત્રિરંગો ધ્વજ લહેરાવી રહ્યા છે. ત્યારે જ ખાલિસ્તાન સમર્થકોનું એક જૂથ ત્યાં પહોંચે છે અને હુમલો કરે છે. આ લોકો તિરંગો ધ્વજને છીનવી લેવાનો પ્રયાસ કરે છે અને ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે. હુમલા બાદ નાસભાગ મચી ગઈ છે. ખાલિસ્તાની સમર્થકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

 

આ પહેલા પણ ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોની ગુંડાગીરી જોવા મળી છે. ઓસ્ટ્રેલિયામાં 15 દિવસમાં ત્રણ વખત હિંદુ મંદિરો પર હુમલા થયા છે. ખાલિસ્તાન સમર્થકો મેલબોર્નમાં હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ મેલબોર્નના BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો. મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. મંદિરની દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા છે.

 

(8:20 pm IST)