Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

પીટરસને લેટર બદલ મોદીનો આભાર માન્યો

ટવીટ કરીને કહયું એક અબજથી પણ વધુ લોકોની વસ્તી ધરાવતુ ભારત જાગતિક સ્તરે પાવરહાઉસ છે

નવી દિલ્હીઃ ૭૩માં પ્રજાસત્તાક દિન નિમિતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી ટવીટર પર ભારતના મિત્રોના સ્લોગન હેઠળ જેમને પણ પ્રશંસાપત્રો મળ્યા એમાં સાઉથ આફ્રિકામાં જન્મેલા ઇગ્લેન્ડના ભુતપૂર્વ ક્રિકેટ-કેપ્ટન કેવિન પીટરસનનો પણ સમાવેશ હતો અને આ લેટર મેળવીને પીટરસને મોદીનો ખુબ આભાર માન્યો છે.

પીટરસને જવાબમાં લખ્યુ કે એક અબજથી પણ વધુ લોકોની વસ્તી ધરાવતુ ભારત જાગતિક સ્તરે પાવરહાઉસ છે હું ભારતમાં સૌથી વધુ ભારતના લોકોથી ખુબ પ્રભાવીત છુ ભારત પ્રત્યેના મારા લાગણીભર્યા સંબંધોની કદર કરવા બદલ હું પીએમ મોદીજીનો આભારી છું અગાઉ મોદી તરફથી જોન્ટી રહોડસ અને ક્રિસ ગેઇલને આવા લેટર મળ્યા હતા.

(3:32 pm IST)