Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

હવે શ્રમિક વર્ગને પણ મળશે પેન્‍શન ! PM મોદીએ શરૂ કરેલ યોજનામાં માત્ર ૨ રૂપિયા જમા કરાવી મળશે લાભ

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ લારી-ગલ્લા વાળા, રિક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનાર મજૂર અને આ પ્રકારના અન્‍ય કાર્યોમાં લાગેલા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાનું રિટાયરમેન્‍ટ સુરક્ષિત કરી શકશે

નવી દિલ્‍હી, તા.૨૯: કેન્‍દ્ર સરકાર હવે શ્રમિકોને પણ પેન્‍શન આપશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રના શ્રમીકો માટે શાનદાર યોજના છે. તે હેઠળ લારી-ગલ્લાવાળા, રિક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનાર મજૂરો અને અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાનું રિટાયરમેન્‍ટ સુરક્ષિત કરવામાં મદદ મળશે. સરકાર મજૂરોને આ યોજના હેઠળ પેન્‍સનની ગેરેન્‍ટી આપે છે. આ યોજનામાં રોજ ફક્‍ત ૨ રૂપિયા બચાવીને વર્ષના ૩૬૦૦ રૂપિયાનું પેન્‍શન મેળવી શકાય છે.
આ સ્‍કીમને શરૂ કરવા પર તમારે દર મહિને ૫૫ રૂપિયા જમા કરવાના રહેશે. એટલે કે ૧૮ વર્ષની ઉંમર વાળા દરરોજ લગભગ ૨ રૂપિયા બચાવીને તમે દરરોજ ૩૬૦૦૦ રૂપિયાનું પેન્‍શન મેળવી શકો છો. જો કોઈ વ્‍યક્‍તિ ૪૦ વર્ષની ઉંમરથી આ સ્‍કીમને શરૂ કરશે તો દર મહિને તેને ૨૦૦ રૂપિયા જમા કરવાના રહેશે. ૬૦ વર્ષની ઉંમર પુરી થયા બાદ તમને પેન્‍શન મળવાનું શરૂ થઈ જશે. ૬૦ વર્ષ બાદ તમારે ૩૦૦૦ રૂપિયા મહિને એટલે કે ૩૬૦૦૦ રૂપિયા વર્ષનું પેન્‍શન મળી જશે.
આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે સેવિંગ બેન્‍ક એકાઉન્‍ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. વ્‍યક્‍તિની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ક્‍યાં કરવાનું રહેશે રજીસ્‍ટ્રેશન
આ ઉપરાંત તમને યોજના માટે કોમન સર્વિસ સેન્‍ટરમાં રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે.
CSC સેન્‍ટરમાં પોર્ટલ પર શ્રમિક પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવી શકે છે.
સરકારે આ યોજના માટે વેબ પોર્ટલ પણ બનાવ્‍યું છે.
આ સેન્‍ટર્સ દ્વારા ઓનલાઈન દરેક જાણકારી સરકારને જતી રહેશે.
રજીસ્‍ટ્રેશન માટે તમારે પોતાનું આધાર કાર્ડ, બચત અથવા જનધન બેન્‍ક ખાતાની પાસબુક, મોબાઈલ નંબર જોઈએ. આ ઉપરાંત સહમતિ પત્ર આપવાનું રહેશે જે બેન્‍ક બ્રાન્‍ચમાં પણ આપવાનું રહેશે જયાં શ્રમિકનું બેન્‍ક હોય. જેથી તેને બેન્‍ક ખાતામાંથી સમયથી પેન્‍શન માટે પૈસા કપાઈ શકે.
કોણ ઉઠાવી શકે છે
સ્‍કીમનો ફાયદો
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્‍શન સ્‍કીમ હેઠળ કોઈ પણ અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિક જેની ઉંમર ૪૦ વર્ષથી ઓછી હોય અને કોઈ પણ સરકારી સ્‍કીમનો ફાયદો ન લઈ રહ્યા હોય. તે આ ફાયદો ઉઠાવી શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્‍કીમમાં અરજી કરનાર વ્‍યક્‍તિની માસિક આવક ૧૫ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

 

(3:01 pm IST)