Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

26 વર્ષીય ઢગાએ સગીર બાલિકા ઉપર બળાત્કાર કર્યો : ઓડિશા કોર્ટે 10 વર્ષની જેલ સજા ફટકારી દસ હજાર રૂપિયાનો દંડ કર્યો : સગીર છોકરીને વળતર તરીકે 3 લાખ રૂપિયા ચૂકવવા રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને નિર્દેશ કર્યો

ઓડિશા : ઓડિશાના મયુરભંજ જિલ્લાની અદાલતે 2015ની સાલમાં એક કિશોરી પર બળાત્કાર કરવા બદલ 26 વર્ષીય યુવકને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. બારીપાડા પોક્સો કોર્ટના ન્યાયાધીશ સુમિતા જેનાએ દુઃખીરામ મુર્મુને રૂ. 10,000નો દંડ પણ ફટકાર્યો હતો, એમ વિશેષ સરકારી વકીલ અભિના પટેલે જણાવ્યું હતું. .

કોર્ટે ગુરુવારે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને સગીર છોકરીને વળતર તરીકે 3 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. 5 જૂન, 2015 ના રોજ, 15 વર્ષની છોકરી ટ્યુશન ક્લાસ પછી ઘરે પરત ફરી રહી હતી ત્યારે મુર્મુ તેને બળજબરીથી જંગલમાં લઈ ગયો અને તેની ઉપર બળાત્કાર કર્યો હતો.

ચુકાદો છોકરીના નિવેદન, મેડિકલ રિપોર્ટ્સ અને 16 સાક્ષીઓના નિવેદનો પર આધારિત હતો, એમ ફરિયાદ પક્ષે ઉમેર્યું હતું. તેવું ઈ.ટુડે દ્વારા જાણવા મળે છે.

(2:13 pm IST)