Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

પત્ની સાથે જબરદસ્તી સેકસને ગુનો ગણવાનો સરકારે કર્યો વિરોધ

પત્ની પર બળાત્કારને ગુનો ગણવામાં પશ્ચિમી દેશોના માર્ગે ના ચાલી શકાય : દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારનું સ્ટેટમેન્ટ

નવી દિલ્હી,તા. ૨૯ : કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં પત્ની પર બળાત્કાર એટલે કે મેરીટલ સાથે સંકળાયેલી લોકહિતની અરજીઓનો વિરોધ કર્યો છે. કેન્દ્રએ કહ્યુ કે પત્ની પર બળાત્કારનો ગુનો ગણવો કે નહીં તે અંગે આંદો બંધ કરીને પશ્ચિમી દેશોન પગલે ના ચાલી શકીએ. સરકારે કહ્યુ કે આ વાતને ચકાસવાની કોઇ નક્કી વ્યવસ્થા નથી કે પત્નીઅ કયારે સેકસ માટેની સંમતિ પાછી લઇ લીધી હતી. એટલે ભારતે આ બાબતે બહુ સાવચેતી પૂર્વક આગળ વધવું જોઇએ. કેન્દ્રએ આ દરમ્યાન દહેજ ઉત્પીડતની આઇપીસી કલમ ૪૯૮ના દુરૃપયોગનો પણ હવાલો આપ્યો હતોે.
કેન્દ્રએ હાઇકોર્ટમાં કહ્યુ, ' કેટલાક અન્ય દેશો અને ખાસ તો પશ્ચિમી દેશોએ પત્ની પર રેપને ગુનો ગણ્યો છે પણ એનો અર્થ એ નથી ભારત પણ આંખો બંધ કરીને તેમના માર્ગે ચાલે, સાક્ષરતા, મોટાભાગની મહિલાઓનું આર્થિક રીતે સશકત ના હોવું, સમાજની વિચારધારા, વિવિધતાઓ, ગરીબી વગેરે તમામ અલગ-અલગ પાસાઓના કારણે દેશની પોતાની કેટલીક અલગ સમસ્યાઓ છે.
સરકારે મેરીટલ રેપની સ્પષ્ટ પરિભાષા નક્કી કરવા માટે સમાજમાં એક વ્યાપક સામાન્ય સહમતિ પર ભાર મૂકયો,કેન્દ્રએ ગયા મહિને હાઇકોર્ટેમાં દાખલ કરાયેલ પોતાના સોગંદનામામાં કહ્યુ છે 'મેરીટલ રેપને પરિભાષિત કરવા માટે આપણે સમાજ વચ્ચે એક વ્યાપક આમ સહમતિ જરૃર છે આખરે પત્ની પર રેપ કોને ગણવામાં આવે? તેનો ગુનો બનાવતા પહેલા તેની સ્પષ્ટ પરિભાષા નક્કી કરવાની જરૃર છે એ નક્કી કરવું બહુ મુશ્કેલ થશે કે કોઇ વિવાહીત મહિલાએ પોતાની સંમતિ કયારે પાછી લઇ લીધી. મેરીટલ રેપનાં કેસમાં પરિસ્થિતી જન્ય સાબિતિઓ નકામી સાબિત થશે.'
કેન્દ્રએ પોતાના સોગંદનામામાં જણાવ્યુ છે કે કોઇ પણ કાયદામાં કેન્દ્ર પત્નીના બળાત્કારને પરિભાષીત નથી કરવામાં આવ્યો. સરકારે કહ્યુ કે ઘરેલુ હિંસાની પરિભાષા હેઠળ મેરીટલ રેપને સેકસ્યુઅલ એબ્યુઝ હેઠળ કવર કરાયો છે.
કેન્દ્ર સરકારે ૨૦૧૭માં પણ કોર્ટમાં એક સોગંદનામુ રજુ કર્યું હતું. જેમાં કહેવાયુ હતુ કે મેરીટલ રેપને ગુનાની શ્રેણીમાં ના રાખી શકાયે. સરકારે કહ્યુ હતુ કે આમ કરવું વૈવાહિક સંસ્થાને ડામાડોળ કરી શકે છે. અને પતિને હેરાન કરવા માટેનું એક સરળ હથિયાર મળી શકે છે.
અને આમ પણ જ્યાં સુધી વિવાહિત હોય, સેકસએ તેમની આંતરિક બાબત છે સરકાર અને કોર્ટની નહીં જો બન્ને વચ્ચે ના બનતુ હોય તો છુટાછેડા લઇ જ શકાય છે.

 

(1:44 pm IST)