Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ડો. અબ્‍દુલ કલામની માનવતા

વર્ષ ૨૦૦૭ ના ત્રિચી જિલ્લા પોલીસ અધિક્ષક કલિયા મૂર્તિ પાસે રાષ્‍ટ્રપતિ કલામ સાહેબનો ફોન આવ્‍યો અને પૂછયું કે તમે જાણો છો કે તમારા જિલ્લામા થુરેયુર નામનું એક ગામ છે .. પોલીસ અધિક્ષક એ હા પાડી તો કલામ સાહેબ કહ્યું કે ત્‍યાં સરસ્‍વતી નામની ૧૭ વર્ષ ની કિશોરીના લગ્ન જબરદસ્‍તીથી ૪૩ વર્ષના વ્‍યકિત સાથે કરાવાય રહ્યા છે મને જાણવા મળ્‍યું કે તે લગ્ન કરવા તૈયાર નથી અને તે ૧૨મા ધોરણમા જિલ્લા મા પ્રથમ સ્‍થાન મેળવ્‍યા બાદ આગળ ભણવા માગે છે.. શુ તમે મદદ કરી શકો છો ? અને કલામ સાહેબ ના આદેશ થી એક કલાક મા આ ગામ માં DSP, SP, DIG સહિત પોલીસ નો મોટો કાફલો લગ્ન સ્‍થળે પહોંચી ગયો .. તેમના માતાપિતા ને સમજાવી લગ્ન રદ કરવામાં આવ્‍યા.. અને કારણ જાણવા મળ્‍યું કે અતિશય ગરીબી અને પૈસા ના અભાવે આ નિર્ણય લીધો હતો.. જિલ્લા પોલીસ વડા એ દીકરી સરસ્‍વતીને પૂછયું કે તુ આગળ ભણવા માગે છે ? અને કયા ભણવું છે...? તેણે જિલ્લાની એક પ્રસિદ્ધ કોલેજનું નામ આપ્‍યું.. જ્‍યાં તે કોમ્‍પુટર સાયન્‍સમા પ્રવેશ લેવા માગતી હતી. સ્‍વાભાવિક છે કે તેને એક ફોન પર જ પ્રવેશ મળી ગયો.. કેમ કે તેમની ભલામણ ખુદ અબ્‍દુલ કલામ સાહેબ રાષ્‍ટ્રપતિ એ કરી હતી .. પ્રવેશ પછી પોલીસ વડાએ સરસ્‍વતીને પૂછયું કે રાષ્‍ટ્રપતિને તારા કેસની ખબર કેવી રીતે પડી.. તો સરસ્‍વતીએ જણાવ્‍યું કે મે જ તેમને સીધો ફોન કર્યો હતો.. વાત કેક એમ હતી એક વખત તેમની શાળાના કાર્યક્રમમાં રાષ્‍ટ્રપતિ કલામ સાહેબ હઉપસ્‍થિત હતાં .. ત્‍યારે સરસ્‍વતી એ પૂછયું કે મારા જેવી છોકરીઓ નો વિકાસ કેવી રીતે થઈ શકે?
ડો.કલામ સાહેબે કહ્યું કે શિક્ષણ જ આનો જવાબ છે.... ત્‍યારબાદ તેઓ મને તેમનું કાર્ડ અને ફોન નંબર આપીને જતા રહ્યા.. જ્‍યારે મારી મરજી વિરૂદ્ધ લગ્ન કરવા દબાણ કર્યું ત્‍યારે મે ડો. કલામ સાહેબને ફોન પર આપવીતી જણાવી અને મદદ કરવા વિનંતી કરી... અને બાકીની કામગીરી તેમના આદેશથી પોલીસ વડાએ પૂર્ણ કરી... આજે આ સરસ્‍વતી નામની યુવતી હ્યુસ્‍ટનમા માઈક્રોસોફ્‌ટ કંપનીમા માસિક ૩  લાખ રૂપિયાના પગાર ધોરણ પર વિદેશમાં નોકરી કરી પરિવાર સાથે સુખી જીવન જીવે છે... નિવળત્ત જિલ્લા પોલીસ વડા કલીયા મૂર્તિએ વર્ણવેલ ડો. કલામ સાહેબની માનવતાની સત્‍ય ઘટના.... (સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ કર્ટસી : અલકાબેન દલાલ)
(ડો.ક્‍લામ કો સલામ)

 

(12:04 pm IST)