Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સૌથી વધુ દિ' શાળાઓ બંધ રહેવાના મામલે ભારત વિશ્વનો ત્રીજો દેશ

૮૨ સપ્‍તાહથી તાળા : ક્‍યારે પાછા ફરશે અગાઉના દિવસો ? : શાળાઓ બંધ રહેવાથી જે નુકસાન થયું છે તેની ભરપાઇ અસંભવ : હવે સરકારે શાળાઓ ફરી શરૂ કરી દેવી જોઇએ : યુગાન્‍ડા ૮૩, બોલિવિયા ૮૨ પછી ભારતમાં ૮૨ અઠવાડિયાથી શાળાઓ બંધ છે

નવી દિલ્‍હી તા. ૨૯ : આખા વિશ્વમાં ભારત ત્રીજો એવો દેશ છે જ્‍યાં સૌથી વધારે દિવસ મહામારીના કારણે શાળાઓ બંધ રહી. યુનિસેફના આંકડાઓ દર્શાવે છે કે વિશ્વની બીજા નંબરની સૌથી વધારે વસ્‍તીવાળા આપણા દેશમાં બાળકો લાંબા સમયથી શાળાના વાતાવરણથી વંચિત રહ્યા છે, જે તેમના વિકાસ માટેનો એક મહત્‍વપૂર્ણ પડાવ હોય છે. ભારતમાં સંક્રમણની ત્રીજી લહેરના લીધે હજુ સુધી શાળાઓ બંધ છે. જો કે હવે કેટલાક રાજ્‍યોએ કોરોના પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનું શરૂ કરી દીધું છે. ઘણાં નિષ્‍ણાંતો સલાહ આપી રહ્યા છે કે હવે સરકારે શાળાઓ ખોલી નાખવી જોઇએ. હાલમાં કેન્‍દ્રએ પણ સંકેત આપ્‍યા છે કે ટુંક સમયમાં જ શાળાઓ ખોલવા બાબતે દિશાનિર્દેશો જાહેર થઇ શકે છે.
આખા વિશ્વમાં સૌથી વધારે સમય સુધી ચાલેલ શાળાબંધીના આંકડાઓ દર્શાવે છે કે, ભારતમાં ૮૨ અઠવાડિયા એટલે કે ૫૭૪ દિવસ શાળાઓ બંધ રહી. આટલા જ દિવસ બોલીવીયા અને નેપાળમાં પણ શાળાઓ બંધ રહી. જ્‍યારે યુગાન્‍ડામાં ૮૩ સપ્‍તાહ સુધી શાળાબંધી રહી. ભારતમાં લગભગ ૨૦ અઠવાડિયાઓ શાળાઓ સંપૂર્ણપણે બંધ હતી, જ્‍યારે બાકીના અઠવાડિયા તે આંશિક બંધ રહી. યુનિસેફ અનુસાર, આ દેશોમાં ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ એટલે કે મહામારીની શરૂઆતથી લઇને ૩૧ ઓકટોબર ૨૦૨૧ સુધી શાળાબંધી ચાલી હતી.
યુનિસેફે આંકડાઓ જાહેર કરતા હાલમાં કહ્યું કે, કોરોના મહામારીના કારણે બાળકોના અભ્‍યાસનું જે નુકસાન થયું છે તેની ભરપાઇ કરવી લગભગ અશક્‍ય છે. યુનિસેફનું કહેવું છે કે, ઘણાં દેશોમાં લગભગ બે વર્ષ પછી શાળાબંધી સમાપ્‍ત થઇ શકી છે. આટલા લાંબા અંતરાલ પછી બાળકો શાળાએ પાછા ના આવ્‍યા કેમકે ગરીબ પરિવારના આ બાળકોએ આ દરમિયાન કામ કરવાનું શરૂ કરી દીધું હતું અથવા તો નાની ઉંમરમાં તેમના લગ્ન કરી દેવાયા. ઘણી જગ્‍યાએ શિક્ષકોના નોકરી છોડીને ચાલ્‍યા જવાના કારણે પણ બાળકો ફરીથી શાળાએ નથી જઇ શક્‍યા.
શાળાઓ ખોલવા બાબતે હજુ મોટાભાગના રાજ્‍યોમાં ખચકાટ છે ત્‍યારે મહારાષ્‍ટ્રએ આ બાબતે ૨૪ જાન્‍યુઆરીએ નિર્ણય લઇ લીધો હતો. હાલમાં જ મુંબઇ વાલી મંડળે બીએમસીને પત્ર લખીને કહ્યું છે કે, તે બધી શાળાઓને ખોલવાનું સુનિヘતિ કરે. એક ફેબ્રુઆરીથી મહારાષ્‍ટ્રમાં કોલેજો પણ ખુલવાની છે. નિષ્‍ણાંતોનું કહેવું છે કે, તથ્‍યોના આધારે મહારાષ્‍ટ્રમાં શાળાઓ ખોલવાનો નિર્ણય યોગ્‍ય છે કેમકે રાજ્‍યમાં નાના બાળકોમાં સંક્રમણના કેસ બહુ ઓછા સામે આવ્‍યા છે.
કોરોના સંક્રમણ વચ્‍ચે પણ શાળાઓના મહત્‍વને સમજીને પヘમિી દેશોએ શાળાબંધીની જગ્‍યાએ બીજા રસ્‍તાઓ અપનાવ્‍યા અને મોટાભાગનો સમય શાળાઓ ચાલુ રાખી. ફિનલેન્‍ડ જેવા દેશોમાં તો શાળાઓમાં બહુ મોટા પ્રમાણમાં હાથ ધોવાની સવલત ઉપલબ્‍ધ કરાવવામાં આવી, બાળકોના વર્ગો ખુલ્લા આકાશ નીચે ચાલુ કરાવાયા. આ ઉપરાંત અમેરિકા - બ્રિટનની શાળાઓએ કોવિદ બબલની પધ્‍ધતિને અપનાવીને શાળાઓ ચાલુ રાખી. જેમાં બાળકોને નાના-નાના ગ્રુપમાં વહેંચી દેવાયા અને આ ગ્રુપ એક બીજાના સંપર્કમાં ના આવી શકે તેની વ્‍યવસ્‍થા કરાઇ. આ ઉપરાંત પヘમિી દેશોને મજબૂત ઇન્‍ટરનેટ કનેકટીવીટી અને મોબાઇલ - કોમ્‍પ્‍યુટરની ઉપલબ્‍ધતાનો પણ લાભ મળ્‍યો

 

(2:24 pm IST)