Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

મુન્દ્રા અદાણી પોર્ટ પર દેશમાં અત્યાર સુધીમાં સૌથી મોટું વિશાળ APL રેફલ્સ નામનું જહાજ લાંગર્યું

મુન્દ્રા અદાણી પોર્ટે પરિવહન ક્ષેત્રે એક સિધ્ધી મેળવી: વિશાળ જહાજ CMA CGM શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક

નવી દિલ્હી :ડ્રગ્સ તથા શંકાસ્પદ વસ્તુઓની અવરજવરને લઇને છેલ્લા થોડા સમયથી ચર્ચામાં રહેતા મુન્દ્રા અદાણી પોર્ટે પરિવહન ક્ષેત્રે એક સિધ્ધી મેળવી છે. ભારતમાં અત્યાર સુધી કોઇ પોર્ટ પર ન લાગર્યુ હોય તેવું વિશાળ જહાજ અદાણી બંદર ખાતે સંચાલીત થયુ છે. APL રેફલ્સ નામનું આ વિશાળ જહાજ CMA CGM શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક છે.

એપીએલ રેફલ્સ – અદાણી સીએમએ મુન્દ્રા ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ (એસીએમટીપીએલ), મુન્દ્રા પોર્ટ ખાતે બર્થ થયું છે. આ પ્રકારના વિશાળ જહાજને બર્થ કરવા માટે 16 મીટર ઉંડાઇની જરૂર હોય છે. અદાણી પોર્ટ ખાતે 21 મીટર ઉંડાઇ સુધીની કેપેસીટી સાથે જહાજ ઉતરી શકે તે પ્રકારની વ્યવસ્થા હોવાનુ અદાણી પોર્ટે જણાવ્યું હતું.

APL રેફલ્સ નામાંકિત ક્ષમતા-17,292 કન્ટેનરોની છે, લંબાઈ-397.88 મીટર,પહોળાઈ- 51 મીટર અને મહત્તમ જોઈતી ઊંડાઈ-16 મીટર છે.સિંગાપોર ખાતે રજિસ્ટર્ડ થયેલું આ જહાજ વર્ષ 2013માં બનેલું છે અને આ જહાજની ઊંચાઈ 76.2 મીટર છે. અને સમર DWT (ટન): 176726.9 ટન, તથા કુલ ટનેજ: 169423 અને નેટ ટનેજ: 76852 જેટલું છે. આ જહાજ છેલ્લી સફર પોર્ટ સોહર, ઓમાન કરી હતી અને ત્યાર બાદ તે મુન્દ્રા આવ્યું છે.

તાજેતરમાં કચ્છના કંડલા બંદર ખાતે 25 સ્પ્ટેમ્બરના કોલસા ભરેલું વિશાળકાય જહાજ ઇન્ડોનેશીયાથી કંડલા પોર્ટ પર લાગર્યુ હતું. જેમાં 105000 મેટ્રીક ટર કોલસાનો કાર્ગો હેન્ડલ કરવાની સિધ્ધી કંડલા પોર્ટે પણ મેળવી હતી. જહાજની લંબાઇ 292 મીટર હતી. આ પહેલા પણ કંડલા ખાતે 269 મીટર લાંબુ જહાર બર્થ થયું હતું. ત્યારે હવે મુન્દ્રા પોર્ટે પણ સૌથી વધુ કન્ટેનર સાથેનુ જહાજ બર્થ કરી સિધ્ધી મેળવી છે.

(12:00 am IST)