Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કોરોના વાયરસના કહેરને કારણે ૪૦૦થી વધુ ગુજરાતીઓએ હોંગકોંગ- મકાઉની ટુરો રદ કરી

મકાઉમાં સરકારે ડિઝનીલેન્ડ સહિતના વિવિધ થીમ પાર્ક બંધ કરી દીધા

 

નવી દિલ્હી : જીવલેણ વાયરસ કોરોનાએ આખાય ચીનને બાનમાં લીધું છે. માત્ર ચીન નહિ પણ ધીરે ધીરે કોરોના વાયરસ વિશ્વભરમાં પ્રસરી રહ્યો છે. જેના કારણે ટુરિઝમ વ્યવસાય પર અસર પડી છે. કોરોના વાઇરસને કારણે હોંગકોંગ- મકાઉમાં સરકારે ડિઝનીલેન્ડ સહિતના વિવિધ થીમ પાર્ક બંધ કરી દીધા છે. વિશ્વના હજારો ટુરિસ્ટો થીમ પાર્ક જોવા હોંગકોંગ- મકાઉ આવે છે.

કોરોના વાઇરસના ડરથી ૪૦૦થી વધુ ગુજરાતીઓએ હોંગકોંગ- મકાઉની ટૂર રદ કરી દીધી છે. ગુજરાતીઓએ પ્રવાસ કરવાનું માંડી વાળ્યું છે. ટુર રદ થતા ટ્રાવેલ્સ એજન્ટોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે માર્ચ સુધી હોંગકોંગ- મકાઉની ટુરો કેન્સલ કરવામાં આવી છે.

(11:19 pm IST)