Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા વચ્ચે 4 કિલોમીટર પગપાળા ચાલીને જાન લઈ પહોંચ્યો વરરાજો

બરફવર્ષાને કારણે રસ્તો બંધ હોવાથી જાનૈયા સાથે ચાલીને દુલ્હનના ઘરે જવું પડ્યું

 

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પર્યટકો માટે સારા સમાચાર હોઈ શકે છે, પરંતુ ત્યાં વસવાટ કરતા લોકોને પરિસ્થિતીથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચમોલી જિલ્લાના વરરાજાને પણ તેનો શિકાર બનવું પડ્યું હતું. જ્યારે જાન નીકલી ત્યારે, બરફવર્ષા પડી રહી હતી. જે કારણે રસ્તો બંધ હતો અને કાર દ્વારા જવું અશક્ય હતું. સ્થિતિમાં વરરાજાને જાનૈયાની સાથે પગપાળા દુલ્હનના ઘરે જવું પડ્યું.

માહિતી પ્રમાણે, ચમોલી જિલ્લામાં જાનૈયા સાથે 4 કિલોમીટર ચાલીને વરરાજો કન્યાના ઘરે પહોંચ્યો હતા. ભારે બરફવર્ષાને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. વરરાજાની સાથે જાનૈયા સાથે છત્રી લઈને પગપાળા નીકળી પડ્યા હતા. ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રસ્તા પર બરફ જામી રહ્યો છે અને વરરાજો મુશ્કિલ રસ્તાઓ પરથી દુલ્હનના ઘરે જઈ રહ્યો છે. જાન ચમોલી જિલ્લાના બિરજા ગામાં ગઈ હતી.

(10:44 pm IST)