Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

એન્જીનીયર દોરડું લઇ ઉભા છે : પોતાની જવાબદારી પણ યોગી દોરડાથી બાંધેઃ પ્રિયંકા ગાંધીની ટિપ્પણી

         કોંગ્રેસની વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉતરપ્રદેશમાં રખડતા પશુઓને પકડવા માટે એન્જીનીયરોની ડયુટી લગાવવા પર રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા કહ્યેં કે એમણે પોતાની જવાબદારીઆ.ન. પણ દોરડાથી બાંધવી જોઇએ. શ્રીમતિ વાડ્રાએ મુખ્યમંત્રીની યાત્રા દરમ્યાન રખડતા પશુઓને રોકવાની જવાબદારી એન્જીનીયરોને સોંપવા પર કટાક્ષ કરતા એક ટવિટમા કહ્યું પુરા ઉતરપ્રદેશમા ખેડૂત રખડતા પશુઓની સમસ્યાથી પરેશાન છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આ માટે એન્જીનીયર દોરડા લઇ ઉભા છે.  અરે એક દોરડું લાવી તમારી જવાબદારીઓને પણ બાંધો.

         ખબરોના અનુસાર યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં રખડતા પશુઓને રોકવાની જવાબદારી એન્જીનીયરોને સોંપવાહમા આવી. મિર્જાપુરમાં લોકનિર્માણ વિભાગના  અધિશાશી અભિયંતા કાર્યાલય તરફથી એક આદેશ જારી કરી નવ એન્જીનીયરોની ડયુટી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં લગાવવામાં આવી.

(10:39 pm IST)