Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં સીએમ યોગીની માંગ વધીઃ ૧ર રેલીઓ કરશે, પ્રચારમાં ધમધમાટ

          દિલ્લી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સૌથી વધારે માંગ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની થઇ રહી છે. યોગી દિલ્લીમાં ૧ર ચૂંટણી રેલીઓ કરવાના છે. બીજેપી સુત્રોના અનુસાર આ રેલીઓ ૧ ફેબ્રુઆરીથી લઇ ૪ ફેબ્રુઆરી સુધી થશે. બીજેપી સૂત્રોનું કહેવંુ છે કે દિલ્લીના ૪૦ પ્રતિશત વિધાનસભા ક્ષેત્રોની પડોશી  રાજય યુપીનો જબરો પ્રભાવ છે. આમાં પૂર્વી દિલ્લીના ઘણા ભાગ સામેલ છે.

         જાણકારી એ પણ મળી છે કે દિલ્લી ચૂંટણીમાં પ્રચાર માટે બીજેપી પ્રત્યાશિયોમા પીએમ મોદી અને  અમિત શાહ પછી વધારે યોગીની ડિમાન્ડ રહી છે. જેન કારણ એમની આટલી રેલીઓ પ્રસ્તાવિત થઇ છે. આ ઉપરાંત દિલ્લી સીએમના પ્રબળ દાવેદાર મનોજ તિવારીનું યૂપી અને પૂર્વાચલથી ઉંડો નાતો છે. પાર્ટીનું માનવું છે કે સીએમ યોગીના પ્રચારથી પાર્ટીને ત્યાં મોટો ફાયદો મળી શકે છે.

(10:17 pm IST)