Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કેન્દ્રીય ગૃહમંત્રીને પ્રચાર પર પ્રતિબંધ લગાવો : આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

દિલ્હી સ્કૂલના બાળકો,પરિવારજનો અને શિક્ષકોના ખોટા વિડિઓ વાયરલ કરવાનો આક્ષેપ

 

નવી દિલ્હી : દિલ્હીની ચૂંટણીમાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ રાજકીય વિવાદો વધતા જાય છે. વિવાદી નિવેદનો વધવાની સાથે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહના નિવેદન સામે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે અને તેમના પર પ્રતિબંધ લગાવવાની માગ પણ કરી છે

    આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહનું કહેવું છે કે, અમિતભાઈ  શાહ પોતાના સાંસદો સાતે મળી દિલ્હીના સ્કુલના બાળકો, પરિવારજનો, શિક્ષકોનો ખોટો વીડિયો વાયરલ કરી અપમાન કરી રહ્યા છે. એટલા માટે ચૂંટણી પંચ તેમના પર 48 કલાકના પ્રચારનો પ્રતિબંધ લગાવે.

(10:14 pm IST)