Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

યુ.એસ.સેનેટર સુશ્રી કમલા હેરિસ જો બિડનને સમર્થન આપે તેવી શકયતાઃ પ્રેસિડન્ટ પદ માટેની ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ આ પદ માટે ડેમોક્રેટ જો બિડન સૌથી વધુ લાયક હોવાનું મંતવ્ય

ન્યુયોર્કઃ અમેરિકાના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદ માટેની ઉમેદવારી પાછી ખેંચી લેનાર યુ.એસ.સેનેટર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસ હવે આ પદ માટે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન ઘોષિત કરે તેવી શકયતા હોવાનું સ્થાનિક સમાચાર પત્ર દ્વારા જાણવા મળે છે.

જો કે આ અંગે તેમણે સત્તાવાર ઘોષણાં કરી નથી. પરંતુ વર્તમાન રિપબ્લીકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૃધ્ધનો ઇમ્પીચમેન્ટ પ્રસ્તાવ રજુ થવાની રાહ જોઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ જો બિડનએ પોતે ચૂંટાઇ આવે તો સુશ્રી કમલાને વાઇસ પ્રેસિડન્ટ પદની ઓફર કરવાની ઘોષણાં કરી હતી.

(9:06 am IST)