Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

યુ.એસ.માં મેનહટન કન્સાસના મેયર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઉષા રેડ્ડીનું બહુમાન

કન્સાસઃ યુ.એસ.માં ''નેશનલ ફાઉન્ડેશન ફોર વીમેન લેજીર-લેટર્સ''ના ઉપક્રમે ર૦ જાન્યુ.ના રોજ મેનહટન કન્સાસના મેયર તથા યુ.એસ.સેનેટર પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઉષા રેડ્ડીનું તાજેતરમાં ''એકસલન્સ એવોર્ડ''થી બહુમાન કરાયું હતું.

પોતાની જવાબદારી પૂર્ણપણે નિભાવવા બદલતેમજ અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બનવા બદલ નેશનલ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયેલ ર૦૧૯ ની સાલમાં ચુંટાઇ આવેલ ૧૪નું મહિલાઓમાં તેમને સ્થાન અસપાયું હતું.

ઉલ્લેખનીય છે કે સુશ્રી ઉષા છેલ્લી ર ટર્મથી ૪ વર્ષની મુદત માટે ચુંટાઇ આવે છે. તથા તેમણે હવે સેનેટર પદ માટે ઉમેદવારી નોંધાવી છેતેઓ કન્સાસના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મેયર છે. તથા આ વિસ્તારના સૌ પ્રથમ ઇન્ડિયન અમેરિકન સેનેટર પદ માટે ઉમેદવાર છે.

(9:05 am IST)