Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સોના ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો : ચાંદીમાં 1000નો તોતિંગ કડાકો

સોનાના 10 ગ્રામે 182 રૂપિયા અને ચાંદીમાં કિલોએ 10993 તૂટ્યા

નવી દિલ્હી : સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. રૂપિયો મજબૂત થવાને કારણે બુધવારે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીના બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 182 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સોનાની તુલનામાં ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવ 1083 રૂપિયા ઘટી ગયા હતા.

         સતત બીજા દિવસે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 41,201 રૂપિયાથી ઘટીને 41,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, સોનાની કિંમતમાં તેજી નોંધાઇ હતી.

(7:03 pm IST)